• Gujarati News
  • ડભોઇ પંથકમાં ગરમીનો પારો ઉંચે ચઢતાં જ માર્ગો સુમસામછેલ્લા બે દિવસથી ગરમીએ આક્રમક સ્વરૂપ બતાવતા

ડભોઇ પંથકમાં ગરમીનો પારો ઉંચે ચઢતાં જ માર્ગો સુમસામછેલ્લા બે દિવસથી ગરમીએ આક્રમક સ્વરૂપ બતાવતાં લોકો ઘરમાં પુરાયાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ડભોઇ
ડભોઇ પંથકમાં ગરમીનો પારો ઉંચો જતાં વિસ્તારનું જનજીવન ખોરવાઇ ગયું છે. બપોરનાં એક વાગ્યાથી ૪ વાગ્યા સુધી તો નગરનાં માર્ગો પર કરફ્યુ જેવું સુમસાન વાતાવરણ સર્જા‍યેલું જોવા મળી રહ્યું છે. તેને લઇને લોકસભાની ચૂંટણીઓનો ગરમાવો પણ જાણે બળીને ખાખ થઇ ગયો હોય તેમ જણાય છે. છેલ્લાં બે દિવસથી વધતાં પારામાં ૪૦-૪૧ ડિગ્રી સુધી તાપમાન થઇ ગયું છે.
ઋતુચક્રનાં નિયમોનુસાર હાલ ઉનાળાના દિવસો ચાલી રહ્યાં છે. તેમ છતાં વાતાવરણમાં ક્યારેક પલટો આવે એ કહી શકાતું નથી. આ સાહના પ્રારંભમાં જ સમગ્ર ગુજરાતમાં સતત ૩૨ મિનીટ સુધી વાવાઝોડું ફુંકાયું હતું. જેમાં કેટલાંક વિસ્તારોમાં વરસાદ છાંટા તો વળી બરફનાં કરાં પડવાની ઘટનાઓ બહાર આવી હતી. બીજે દિવસથી જ ગરમીનો પારો ૩૬ ડિગ્રી સુધી ચઢવાની શરૂઆત પણ થઇ ગઇ હતી. જે ગરમીનો પારો ગઇકાલ ૩૯-૪૦ ડિગ્રી સુધી અને આજરોજ ૪૦-૪૧ સુધી ડિગ્રી સુધી પહોંચી જતાં ડભોઇ પંથકનું જનજવન અસ્તવ્યસ્ત થઇ ગયેલું જોવા મળી રહ્યું છે. સુર્યોદય થતાં જેમ જેમ સુરજદાદા ઉપર ચઢે તેની સાથે બપોરનાં એક કલાક બાદ તેના સીધા કિરણો ડભોઇ પંથક ઉપર નાંખવાની શરૂઆત થતાં જ આજરોજ ગરમીનો પારો ૪૧ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. તેને લઇને બપોરનાં ૧૨.૩૦ થી નમતી બપોરનાં ૪ કલાક સુધઈ તો જાણે સુરજદાદાએ કરફ્યુ નાંખી દીધો હોય તેમ નગરની પ્રજા બારી બારણાં બંધ કરી ઘરમાં પંખા, એરકુલર કે માલેતુજારો એર કંડીશનમાં જ બેસી રહેવાનું પસંદ કરતાં હોય નગરની ગલીઓ અને બજારો સુમસામ ભાષતાં જોવા મળતાં હતાં.
એટલું જ નહીંઆ ગરમીના ઉંચા ચઢતાં પારાને લઇને ગરીબ મજુરિયાત વર્ગે પણ પોતાનાં કામનો સમય વહેલી સવારથી બપોરનાં ૧૨ સુધીનો જ કરી નાંખ્યો અને બપોરનાં ખરા તાપમાં ક્યાંક વૃક્ષની છાંયા તો ક્યાંક બંધ મકાનના ઓટલા પર છાંયડાનો સહારો લઇ બેસી રહેતાં કે ઘડી બે ઘડી આરામ ફરમાવતાં જોવા મળી રહ્યાં છે. બીજી બાજુ ૩૦મી એપ્રિલના રોજ યોજાનારી ચૂંટણીઓને હવે ગણતરીના દિવસે બાકી છે. ત્યારે સુરજદાદા ૪૧ ડિગ્રી તાપમાનને લઇને ચૂંટણી પ્રચાર પણ જાણે બળીને ખાખ થઇ ગયો હોય તેમ નિિષ્ક્રય જોવા મળી રહ્યો છે.