• Gujarati News
  • છાણીમાં યુવકની ૃચ્ ’બાઈક ચોરનાર ૃચ્ ’ઝડપાયો

છાણીમાં યુવકની ૃચ્/’બાઈક ચોરનાર ૃચ્/’ઝડપાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વડોદરા
છાણીમાં આવેલા પ્રભુતા હોલમાં જમવા ગયેલા યુવાનની બાઇકની ચોરી કરનાર બાઇક ચોરને પોલીસે પકડી પાડી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
અકોટામાં ગુ.હા.બો‌ર્ડ‌માં રહેતો જિજ્ઞેશ શશીકાંત પટેલ તેના મિત્રો સોનક સોની, આકાશ રોય અને પાર્થ રોય સાથે ૨૨ એપ્રિલના રોજ છાણીના રામા કાકા ડેરી પાસે આવેલા પ્રભુતા હોલમાં બાઇક લઇને ગયો હતો. મિત્રો સાથે હોલમાં જમીને બહાર આવ્યા બાદ રાતે ૯ થી ૧૦ વાગ્યાના અરસામાં પાર્ક કરેલી જગ્યાએ બાઇક ન મળતાં છાણી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસને છાણી કેનાલ પાસે ચરોતરનગર નજીક બાઇક મળી આવી હતી. પોલીસ વોચમાં હતી તે વેળા જ શ્રીજી પાર્ક સોસાયટીમાં રહેતા અમિત દિનેશ યાદવ બાઇક લઇને જવાનો પ્રયત્ન કરતાં તેને ઝડપી પાડયો હતો. અમિતે બાઇક ચોરી હોવાની કબૂલાત કરતાં પોલીસે તેને ગુરુવારે કો‌ર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.