• Gujarati News
  • પંચમહાલમાં ૭૭૦૮ પોસ્ટલ મતદાન

પંચમહાલમાં ૭૭૦૮ પોસ્ટલ મતદાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.ગોધરા
પંચમહાલ લોકસભા ચૂંટણીમાં ફરજ બજાવતા કર્મચારીનુ ગોધરા સહિ‌ત ચાર સ્થળોએ અગાઉ આયોજિત મતદાન બાદ સાત વિધાનસભામાં ૩૬૯પ મત નોંધાયા હતા.જોકે પોસ્ટલ મતદાન હેઠળ અત્યાર સુધી ૪૦૧૩ મતો સાથે ૧૧૬૪૩ પૈકી કુલ ૭૭૦૮ મત સાંપડયા છે.હવે પોસ્ટલ મત તા.૩૦ પૂર્વે રજૂ કરવા ફરજ્યાત છે.
પંચમહાલ લોકસભાની ચૂંટણીના ૧૮૯૧ મતદાન મથકોમાં ફરજ બજાવનારા સુરક્ષા અને પોલીંગ કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ કે પોલીંગથી મતદાનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. ૨૬૭૪ પોલીસકર્મી‍, ૭૦૦ એસઆરપી જવાનો, ૨૩૩૦ હોમગા‌ર્ડ‌, ૭૪૮ એસટી વિભાગના ચાલક કંડકટરો, ૨૩૦૦ પોલીંગ સ્ટાફ મળી કુલ ૧૧૬૪૩ કર્મચારીઓ છે. તેઓને મતદાનનાના દિવસે જુદી જુદી કામગીરીમાં રોકવામાં આવનાર છે.અગાઉ ત્રણ તબક્કામાં મતદાન યોજાતાં ચાર મતદાન મથકો ઉપર કર્મી‍ઓનો મતદાન માટે ધસારો જામ્યો હતો.પરંતુ ગરમીના કારણે બપોરે પાંખી સંખ્યા વચ્ચે સવારે તથા પુ:ન સાંજના કતાર જામી હતી.અંતે સાત વિધાનસભમાં ૩૬૯પ મતદાન નોંધાયુ હતુ.હવે ફોર્મ નં -૧૨ ભરનાર સરકારી કર્મી‍ચારીએ પોસ્ટથી મતદાન માંગતા જેતે વિસ્તારમાંથી હકપત્ર અપાતાં ધીરેધીરે ટપાલથી ૪૦૧૩ મતો મળ્યા છે.આમ અત્યાર સુધીમાં સરકારી કર્મી‍ઓના કુલ ૭૭૦૮ મત મળ્યા છે.આગામી તા.૩૦મીએ થનાર મતદાન પ્રક્રિયામાં તેઓને ફરજ સુપ્રત કરયેલી હોવાથી તેઓ દ્રારા આ દિન પૂર્વે મતદાન પોસ્ટથી મોકલવાનુ રહેશે.ત્યાર બાદ તેઓની યાદી પ્રમાણે તેઓનુ નામ કમી કરવામાં આવશે.અને મતગણતરીના દિને રજૂ થયેલા આ કર્મી‍ઓના મતોની
ગણતરીમાં જેતે વિધાનભાનાના પરિણામમાં સ્થાન આપવામાં આવનાર છે.હવે રાજકીય પક્ષોની આ કર્મી‍ઓના મતોના પરિણામ ઉપર નજર મંડાયેલી છે.