• Gujarati News
  • ઉદલપુરમાં એસટીની એકસપ્રેસ બસોનું સ્ટોપેજ કરવા લોકમાગ

ઉદલપુરમાં એસટીની એકસપ્રેસ બસોનું સ્ટોપેજ કરવા લોકમાગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.ગોધરા
ગોધરા તાલુકાને નજીક આવેલા સાવલી તાલુકાનાં ઉદલપુરમાં કવોરી ઉદ્યોગ હોવાથી મોટીસંખ્યામાં મજૂર વર્ગ રોજીંદો અપડાઉન કરે છે. પરંતુ એકસપ્રેસ એસટી બસોનું સ્ટોપેજ ન હોવાથી હાલાકી પડી રહી છે. સાથે સાથે બસ મથક નિર્માણ કરવાની અગત્યતા ઉભી થઇ છે.
માજી પ્રમુખ ગોપાલભાઇ પટેલે એસટી નિયામકને કરેલી રજુઆતમાં જણાવ્યુ હતુ કે, ગોધરા અને સાવલી તાલુકાને સ્પર્શતા ઉદલપુર ગામે કવોરી ઉદ્યોગનું મોટુ સ્થળ છે. આ ગામે આજુબાજુના પંચમહાલ વડોદરા જિલ્લા તથા તાલુકાના મોટાપ્રમાણમાં રોજગારી અર્થે મજૂર વર્ગ આવે છે ઉદલપુર ચોકડીએ વડોદરા અને અમદાવાદ અને પંચમહાલને જોડતો મુખ્ય રસ્તા પર મોટીસંખ્યામાં વાહનો પસાર થાય છે પરંતુ રાજય પરિવશહન નિગમનો સ્ટોપેજ સેવાલીયામાં આપેલ છે. જે ઉદલપુર ચોકડી ઉપર કોઇપણ એકસપ્રેસ એસટી બસનો સ્ટોપેજ આપેલ નથી જેના કારણે મુસાફરોને એકસપ્રેસ બસ મેળવવા માટે સેવાલીયામાં જવુ પડે છે. સેવાલીયા કરતા ઉદલપુરમાં વાહન વ્યવહાર વધુ હોઇ અને આજુબાજુના તમામ ગામો ઉદલપુર સાથે સંકળાયેલા હેાઇ ચોકડી ખાતે એકસપ્રેસ બસોનું સ્ટોપેજ આપવા જરુરી છે. જયારે મોટીસંખ્યામાં મુસાફરોથી ધમધમતા ઉદલપુર ગામમાં હાલમાં કોઇ સુવિધાવાળુ બસ સ્ટેન્ડ નથી આ ગામ કવોરી ઉદ્યોગથી સુસજજ છે અને આ ગામે આજુબાજુના જિલ્લાના વેપારી વર્ગ અને મજુરી વર્ગની અવર જવર રહે છે.
ઉદલપુર ચોકડીએ વડોદરા અમદાવાદ અને પંચમહાલને જોડતો મુખ્ય સ્થળ પણ છે જિલ્લાના તમામ તાલુકા મથકે જવા માટેની બસો પણ આ સ્થળેથી મળે છે અને આજુબાજુના વિસ્તારનાં ૧૦૦થી વધુ ગામો ઉદલપુર સાથે સંકળાયેલ હોઇ આપની કક્ષાએથી વિભાગમાં રજુઆત થઇ ઉદલપુર ચોકડી ખાતે આધુનિક બસ સ્ટેન્ડ બનાવવાની જરુરિયાત છે.