• Gujarati News
  • ભાટના વળાંક પાસે વાહનની ટકકરે દીપડાનું મોત

ભાટના વળાંક પાસે વાહનની ટકકરે દીપડાનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાંબુઘોડા. જાંબુઘોડા અભયારણ્યના શિવરાજપુર રેન્જમાં નવી ભાટ વળાંક પાસે ગત બુધવારે કોઇ વાહનની ટકકરથી એક વયસ્ક દીપડો ઘવાયો હતો. જે રોડની નજીક થોડા અંતરે મૃત્યુ પામ્યો હતો. વન વિભાગને જાણ થતાં શિવરાજપુર આરએફઓ એ.બી.નેપાલી સ્ટાફ સાથે ગયા હતા. દીપડાનો પંચકયાસ કરી ઉચ્ચ અધિકારીઓને જાણ કરાઇ હતી. આથી વન્ય પ્રાણી અભયારણ્ય વડોદરાના ડીઓફઓ પ્રજાપતિ અને એસીએફ સોલંકીએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. તેમજ મૃત દીપડાનું પેનલ પીએમ કરાવી શિવરાજપુર રેન્જના કંપાઉન્ડમાં અિગ્નદાહ આપ્યો હતો. દીપડાની લંબાઇ ૧૩૪ સેમી અને ઉમર અંદાજે આડા આઠ વર્ષથી હોવાનું જણાયું હતું.