• Gujarati News
  • ગોધરાના તેલંગ હાઇસ્કૂલમાં ૃચ્ ’આદર્શ મતદાન મથક બનાવાયુંતૈયારીચૂંટણી પંચની ગાઇડ લાઇન મુજબની સુ

ગોધરાના તેલંગ હાઇસ્કૂલમાં ૃચ્/’આદર્શ મતદાન મથક બનાવાયુંતૈયારીચૂંટણી પંચની ગાઇડ લાઇન મુજબની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.ગોધરા
ગોધરાના તેલંગ હાઇસ્કૂલમાં આદર્શ મતદાન મથક ઉભુ કરવામાં આવ્યુ છે. જેમાં ચૂંટણી પંચની ગાઇડ લાઇન મુજબની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. મતદાન જાગૃતિ અંગે બિલ્ડીંગની દીવાલ પર રંગી ચિત્રો અને મતદાર જાગૃતિ અંગેના અભિપ્રેરિત કરતા સૂત્રો લોકોના આકર્ષણનું કેન્દ્ર બનયા હતા. નોંધનિય છેકે, પંચમહાલ જિલ્લામાં કુલ ૧૩ આદર્શ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.
લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત યોજાનાર મતદાન ૩૦મી એપ્રિલે જિલ્લામાં વધુને વધુ લોકો મતદાન કરે અને લોકશાહી પ્રણાલીને મજબૂત કરવા સૌનો સાથ મળી રહે તેવા ઉમદા હેતુસર પંચમહાલ સંસદીય બેઠકના ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર મનિષા ચંદ્રાના માર્ગદર્શન હેઠળ નીતનવા નવતર પ્રયાસો અને પંચની ગાઇડ લાઇન પ્રમાણે આદર્શ મતદાન મથક લોકો જોઇ શકે અને તેમાં કેવા પ્રકારની સુવિધાઓ હોય તે માટે તેલંગ હાઇસ્કૂલ ગોધરામાં ચૂંટણી તંત્ર દ્વારા આદર્શ મતદાન મથક ઉભુ કરવામાં આવ્યુ છે. પંચમહાલ જિલ્લામાં ગ્રામ્ય અને નગર પાલિકા વિસ્તાર તેમજ તાલુકાકક્ષાએ એક મતદાન મથક તો આદર્શ હોલ જોઇએ. જેથી લોકોને ખ્યાલ આવે પંચમહાલ જિલ્લામાં કુલ ૧૩ આદર્શ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. આદર્શ મતદાન મથકમાં પીવાનું પાણી, લાઇટ, કલીન ટોયલેટ, તડકો હોય તો છાંયડા માટે શેડ, ફાસ્ટ એઇડ સાધનો દવાઓ તથા વિકલાંગ વ્યકિતઓ માટે વ્હીલ ચેરની વ્યવસ્થા, બેસવા માટેની વ્યવસ્થા, વેઇટીગ રૂમ જેવી પ્રાથમિક સુવિધા મતદારોને આપવાની વ્યવસ્થા કરવામાં આવે છે. અશકત મતદાર, વિકલાંગ, દૃષ્ટિહિ‌ન, બીમાર, ધાત્રી મહિ‌લા, વયસ્ક મતદારોને અગ્રતાના ધોરણે મતદાન કરવા માટેની ખાસ વ્યવસ્થા આ આદર્શ મતદાન મથકમાં ઉભી કરવામાં આવી છે. જાગૃત મતદારો યોજનાર મતદાન પહેલા ગોધરા વિધાનસભા મત વિભાગમાં ૧૭૩,મતદાન મથક, ગોધરામાં પપમાં મતદાન મથકો જોઇ શકે છે. મતદારોને જાગૃત કરવા માટે અને ૩૦ એપ્રિલ સવારે ૭ થી સાંજના ૬ વાગ્યા સુધી વધુ મતદાન થાય તેવા મતદાન જાગૃતિ અભિયાનના ભાગરુપે હાઇસ્કૂલની દીવાલ ઉપર રંગીન ચિત્રો અને સૂત્રો લખવામાં આવ્યા છે. જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. એટલું જ નહી સરકારી કચેરી, જિલ્લા સેવાસદનની દીવાલો પર પણ મતદાર જાગૃતિ અંગેના સૂત્રો અને ચિત્રો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.