• Gujarati News
  • ઝઈિ ફિ કેસમાં ખુદ ઈઇક સામે ખડા કરાયેલા પ્રશ્નાર્થૃચ્ ’

ઝઈિ-ફિ કેસમાં ખુદ ઈઇક સામે ખડા કરાયેલા પ્રશ્નાર્થૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીટીઆઇ, નવી દિલ્હી
સેબીના ભૂતપૂર્વ વડા સી.બી.ભાવે અને ભૂતપૂર્વ સભ્ય કે.એમ.અબ્રાહમના સમર્થનમાં ટોચના પૂર્વ ટોચના અધિકારીઓએ સીબીઆઇની કામગીરી સામે પ્રશ્નાર્થ ખડાં કરીને આકરા શબ્દોમાં ટીકા કરી છે. એટલુંજ નહિ‌ એવો આક્ષેપ કર્યો છે કે, સીબીઆઇ નિર્દોષ માણસોને ખોટી રીતે કનડી રહી છે. સીબીઆઇએ એમસીએક્સ સ્ટોક એક્સચેન્જને મંજૂરી આપવામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આરોપસર ભાવે તથા અબ્રાહમ સામે ફરિયાદ નોંધી છે. ભૂતપૂર્વ કોમ્પ્ટ્રોલર એન્ડ ઑડિટ જનરલ વિનોદ રાયે સીબીઆઇની ટીકા કરતા કહ્યું હતું કે ભાવે અને અબ્રાહમ બન્ને નિષ્કલંક રેકો‌ર્ડ‌ ધરાવે છે. ભૂતપૂર્વ ચીફ વિજિલન્સ કમિશનર એન.વિઠ્ઠલે પણ સીબીઆઇની કાર્યવાહી સામે સવાલો કરતા જણાવ્યું હતું કે સીબીઆઇ અત્યંત વિવાદાસ્પદ બની ગઈ છે તેની પ્રતિષ્ઠા સામે સવાલો સર્જા‍યા છે.
સેબીએ ૨૦૦૮માં એમસીએક્સ સ્ટોક એક્સચેન્જને મંજૂરી આપી હતી તથા ૨૦૦૯ અને ૨૦૧૦માં મંજૂરીને રીન્યુ કરી હતી. એ વખતે ભાવે સેબીના વડા હતા. સીબીઆઇએ સવાલો કર્યા છે કે સેબીનો વિરોધ છતાં પણ ભાવેએ કેમ એમસીએક્સને મંજૂરી આપી હતી. ભૂતપૂર્વ કોલસા સચિવ ઇ.એ.એસ.શર્માએ ફરિયાદને હેરાનગતિ જણાવતા કહ્યું કે પ્રમાણિક અધિકારીઓને રક્ષણ મળે એ માટેની વ્યવસ્થા હોવી જરૂરી છે.