• Gujarati News
  • પાદરામાં રંગ પર્વની ઉજવણીની ૃચ્ ’તડામાર તૈયારી : બજારોમાં તડાકો

પાદરામાં રંગ પર્વની ઉજવણીની ૃચ્/’તડામાર તૈયારી : બજારોમાં તડાકો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. પાદરા
પાદરામાં હોળી ધૂળેટી આવતાં જ રંગ રસીયાઓ અને બાળકો રંગ પિચકારીઓ અને વિવિધ ગુલાલની ખરીદી શરૂ થઇ ગઇ છે. પાદરાના બજારમાં અત્યારથી હોળીના પગલેઘરાકી નીકળી છે. ગ્રાહકો દુકાનોમાં ખરીદી કરી રહ્યા છે. જોકે વર્તમાન વર્ષે ગત વર્ષની સરખામણીએ પીચકારીમાં ૨૦%„નો ભાવ વધારો છે.
રંગોનો તહેવાર એટલે હોળી ધૂળેટીની તૈયારીઓ બજારોમાં થઇ ગઇ છે. ધૂળેટી એટલે આનંદ ઉત્સાહ અને ઉમંગનો પર્વ છે. હજારો વર્ષની તેને દેશભરમાં મનાવવામાં આવે છે. અસત્ય ઉપર સત્યના વિજય સાથે હોલીકા દહન બાદ રંગ પર્વને રંગોથી મનાવવામાં આવે છે. પાદરામાં પણ તેની તડામાર તૈયારીઓ થઇ ગઇ છે. એક બીજાની ઉપર ગુલાલ વિવિધ રંગો અને બાળકો વિવિધ પ્રકારની આકર્ષક પિચકારીઓ લેવા દુકાનોમાં પહોંચી રહ્યા છે. પાદરાના જુના એસટી ડેપો રોડ ઉપર તેની દુકાનો પ્રતિ વર્ષની માફક લાગી ગયું છે. ચાલુ વર્ષે પિચકારીઓમાં કાટુર્‍ન વાળી, મીકી માઉસ, પ્રેસર પંપવાળી, પિસ્તોલ તથા કલરોમાં સુંગધીત ગુલાબ ટુયબ કલરનો ક્રેઝ છે. ત્યારે ધૂળેટીને આડે એક દિવસ બાકી છે. ત્યારે રંગોત્સવના મહાયુધ્ધની તૈયારીઓ બજારોમા પુરાજોસમાં શરૂ થઇ ગઇ છે. જેમાં ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ૨૦%„નો દરેક વસ્તુ ઉપર ભાવ વધારો દેખાઇ રહ્યો છે. છતાં લોકો ધૂળેટી મનભીરને મજા લેશે તેમ દેખાઇ રહ્યું છે.