• Gujarati News
  • બોડેલીમાં ગત વર્ષ કરતાં ૨ લાખૃચ્ ’ક્વિન્ટલ કપાસની આવક ઘટીહોળી ધુળેટીના પર્વને અનુલક્ષી બોડેલી

બોડેલીમાં ગત વર્ષ કરતાં ૨ લાખૃચ્/’ક્વિન્ટલ કપાસની આવક ઘટીહોળી-ધુળેટીના પર્વને અનુલક્ષી બોડેલીનું બજાર એક સપ્તાહ સુધી બંધ રહશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. બોડેલી
બોડેલી બજાર સમિતિમાં કપાસની આવક અને ભાવ બન્ને ઘણા દિવસોથી જળવાયેલા છે. તેવામાં હોળી ધૂળેટી પર્વને લઇને સોમવારને ૧૭ માર્ચથી ૨૩ માર્ચ સુધી માર્કેટમાં હરાજી બંધ રહેશે. તેથી બોડેલીનું બજાર પણ એક સપ્તાહ સુસ્ત જોવા મળેશે. જોકે ગત વર્ષે હોળીનીઆવક ૧૧ લાખ ક્વિન્ટલ હતી જેની સામે વર્તમાન વર્ષે માત્ર ૯ લાખ ક્વિન્ટલ આવક નોંધાતાં ગતવર્ષની સરખામણીમાં બે લાખ ક્વિન્ટલ કપાસની આવક ઓછી નોંધાઇ હતી.
બોડેલી મુખ્ય માર્કેટમાં શુક્રવારે ૩૩૬ ગાડીની આવક વચ્ચે પ્રતિ કિવન્ટલનો ભાવ ૪,૯૪૯ થી પ,૧૧૭ બોલાયો હતો. જે આગલા દિવસ કરતાં રૂા.પ૦ ઓછા હતાં. સીઝન શરૂ થઇ ત્યારે કપાસની આવક હોળી સુધી માંડ ચાલશે તેમ ચર્ચાતું હતું. પણ કપાસના મબલખ વાવેતરને લીધે આવકો જળવાયેલી રહી છે. હજી હોળી પછી પણ દોઢ બે મહિ‌ના કપાસની આવક ચાલુ જ રહેશે. તેમ આવકો જોતા દેખાઇ રહ્યું છે.
ચાલુ સીઝનની બોડેલી માર્કેટમાં નવ લાખ કિવન્ટલ ઉપર આવક થઇ છે. જોકે ગત વર્ષે હોળી સમયે ૧૧.૪૦ લાખ કિવન્ટલ કપાસની આવક હતી. તેથી ગત વર્ષે કરતાં બે લાખ કરતાં વધુ આવક ઓછી છે. જ્યારે સીસીઆઇએ પણ કોમર્શીયલ ભાવથી ઘણા દિવસથી ખરીદી ચાલુ રાખી છે. તેથી બોડેલી માર્કેટમાં સીસીઆઇની ખરીદી એક લાખ કિવન્ટલને પાર કરી ગઇ છે. સીસીઆઇના અધિકારી પર નાલીયા માર્કેટમાં હરાજીના ભાગ લઇને કપાસ ખરીદી રહ્યા છે. શનિવારે કપાસની હરાજી થયા પછી ૨૪ માર્ચે કપાસની હરાજી ચાલુ થશે. હોળી ધૂળેટી પર્વને લઇને પાંચમ સુધી પૂર્વપટ્ટી આદિવાસી વિસ્તારમાં ઉત્સવો, મેળા યોજાતા હોય છે તેથી માર્કેટ એક સપ્તાહ બંધ રહેશે. તેમ ચેરમેન ગોપાલ પટેલ, સેક્રેટરી અજીત ભગતે જણાવ્યું હતું.