• Gujarati News
  • આપઘાતના પ્રયાસ ૃચ્ ’માટે મજબૂર કરનાર ૃચ્ ’વ્યાજખોરની ધરપકડ

આપઘાતના પ્રયાસ ૃચ્/’માટે મજબૂર કરનાર ૃચ્/’વ્યાજખોરની ધરપકડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . વડોદરા
ગોરવામાં રહેતા અને સયાજીગંજમાં ટ્રાવેલ્સનો વ્યવસાય કરનાર દીપક શ્યામલાલ અગ્રાવલના ગોત્રી ખાતે રહેતા મિત્ર જગદીશ ગૌરે છાણી ખાતે રહેતા તેમજ અકોટામાં ખમણનો વેપાર કરતાં પંકજ બાલુભાઇ ઠક્કર સાથે કરાવ્યો હતો. તેમને રૂપિયાની જરૂરિયાત ઊભી થતાં પંકજ ઠક્કર પાસેથી ~૨૦ હજાર ઉછીના લઇ બે મહિ‌નામાં ~૨પ હજાર ચૂકવ્યા હતાં.
ત્યારબાદ ~૩૩ હજાર લીધા હતા. તેમણે વ્યાજ પેટે જ ~૪૦ હજાર ચૂકવ્યા હોવા છતાં બીજા ~૨૦ હજારની ઉઘરાણી કરી હતી. ૩૦મી જાન્યુઆરી સુધી તેમણે રૂપિયા ચૂકવ્યા બાદ ફેબ્રુઆરીમાં પંકજે તેમને ઘરે બોલાવી મારી નાખવાની ધમકી આપી ચેક લખાવી લીધો. ~૨.૬૮ લાખની ઉઘરાણી શરૂ કરી. ૩ જી માર્ચે તારી પત્ની કે તારી છોકરી મારા ઘરે મોકલી આપજે પૈસા છોડી દઇશ તેવું કહ્યું હતું. વ્યાજખોરની વાતથી લાગી આવતાં તેમણે સ્યૂસાઇડ નોટ લખી આપઘાત કરવાનો વિચાર કર્યો હતો. તેઓ મહિ‌સાગર પહોંચી આપઘાત કરતા પૂર્વે ડો. યોગેશ પટેલને કોલ કરતાં તેમણે પરત બોલાવી સમજાવ્યા હતાં અને પોલીસ ફરિયાદ કરવાનું કહેતા પોલીસ કમિશનર સતીષ શર્માને રજૂઆત કરી સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પીએસઆઇ રાણેએ વ્યાજખોર પંકજ ઠક્કરની ધરપકડ કરી હતી.