• Gujarati News
  • મોદીની ખાતરી છતાં ગરબડ શકય: ઉદ્ધવ

મોદીની ખાતરી છતાં ગરબડ શકય: ઉદ્ધવ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. મુંબઈ
ભાજપ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના વચ્ચે છૂપી સમજૂતીની ગડમથલ હજુ શિવસેનાના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના દિમાગમાંથી દૂર થઈ નથી. નરેન્દ્ર મોદી અને રાજનાથ સિંહે યે દોસ્તી હમ નહીં તોડેગે’ની ખાતરી આપી અને ભાજવના મોવડી મંડળના મહારાષ્ટ્રના પ્રભારી રાજીવ પ્રતાપ રુડી રૂબરૂ મળી આવ્યા છતાં ઉદ્ધવ ઠાકરેના મનને ચેન પડતું નથી. ફરી વખત ઉદ્ધવે પક્ષના મુખપત્ર સામના’ના તંત્રી લેખમાં ભાપ પર આકરા પ્રહારો ક્ર્યા છે. ભાજપના કમળાબાઈ’ તરીકે ઉલ્લેખ કરતાં તેનું રાજકારણ આત્મઘાતી’ ગણાવ્યું હતું.
ઉદ્ધવ ઠાકરેએ તંત્રી લેખમાં જણાવ્યું હતું કે મિત્રોને આંખના કણાની માફક કાઢી નાખશો તો જનતાના મનમાં પેદા થનારા અવિશ્વાસનો ફટકો તમારા માથા પર પડશે.
આજકાલના તકવાદીઓ લંગોટી જેટલી સત્તા માટે દુશ્મનનું માથું ફોડવાને બદલે પોતાના જ માથા પર લાકડી ફટકારીને ઢીમચું ઉપસાવે છે. મહારાષ્ટ્રમાં અમારા રાજકીય સાથી ભાજપના નસીબમાં એવાં ઢીમચાં આવ્યાં છે? અને એવા ઢીમચાં માટે કોણ જવાબદાર છે?’’
દેશમાં તાજેતરમાં કૌટુંબિક હિંસાચાર વિરોધી કાયદો પસાર થયો. એ કાયદાનો ઉપયોગ કરીને મિત્ર વર્યોએ કૌટુંબિક-ઘરેલુ ઢીમચાંના ઉપચાર કરવા જોઈએ. જોકે તાજેતરમાં નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ અને રાજીવ પ્રતાપ રુડીએ અચાનક ઉપસેલાં ઢીમચાં પર ઝુંડુબામ ઘસી આપ્યો છે. પરંતુ ફરી એ ડોમેસ્ટિક વાયોલન્સ નહીં થાય અને ઢીમચાં નહીં ઉપસે તેની ખાતરી શી?
ભાજપ રાષ્ટ્રીય પક્ષ છે. પરંતુ તેનું રાષ્ટ્રીય’ સ્તર વિવિધ રાજ્યોના શિવસેના જેવા પક્ષો પર આધારિત છે. તેમ છતાં ભાજપે એક પક્ષ સાથે મૈત્રી-સમજૂતી-યુતિ કરવી અને તેના હરીફ પક્ષ સાથે પાછલા બારણે રાજકીય સોદાબાજી કરવાની નવી ટેકનિક ભાજપે અપનાવી છે. દેશભરમાં ભાજપના કપાળે આવા ઢીમચાં ઉપસ્યાં છે. એ સમયસર નાબુદ નહીં કરાય તો દરેક રાજ્યમાં ઢીમચાં યુદ્ધ થઈ જશે,’’ એમ પણ ઉદ્ધવ ઠાકરેએ તંત્રી લેખમાં જણાવ્યું હતું.ઉદ્ધવ ઠાકરેએ વધુમાં જણાવ્યું કે મહારાષ્ટ્રમાં જે કઈં બન્યું તેના પરથી ભાજપ વિશ્વાસપાત્ર પક્ષ છે કે નહીં તેનો પ્રશ્ન ઉભો થયો છે. મોદી વડા પ્રધાન બનવા
ઉત્સુક છે.



પરંતુ કમળાબાઈ ((ભાજપ))ના કપાળ પર અત્યારે એટલા બધા ઢીમચાં થયાં હોય તો આવતીકાલની ચૂંટણી પછી કમળાબાઈ ((ભાજપ))ના જમણવારમાં મોડું એંઠું કરવા કોણ આવશે? ગુજરાતમાં એક વખતના ભાજપના નેતા શંકરસિંહ વાઘેલા કેટલાક ધારાસભ્યોને લઈને શિવસેનામાં આવવા ઉત્સુક હતા. પરંતુ બાળાસાહેબે તેમની ઓફર ઠુકરાવી હતી. મિત્રની પીઠમાં ખંજર મારીને પોતાની સરકાર લાવવાનો હલકો વિચાર બાળાસાહેબે ન ક્ર્યો. મિત્રવર્ય ભાજપ સાથે દગો કરનારા વાઘેલાને ધુતકારનારા બાળાસાહેબ ક્યાં અને બાળાસાહેબની હયાતીમાં તેમને દુ:ખી કરીને છૂટા થનારા દગાબાજોને ભેટનારા ભાજપના નેતા ક્યાં? ક્ષણિક સુખ માટે શિવસેના છોડી ગયેલા દગાબાજોને ભેટતાં પૂર્વે ભાજપ ઈતિહાસ પર નજર નાખે. કમળાબાઈ મિત્રોની આરતી ઉતારીને ઓવારણાં લે, એ જ દેશના હિ‌તમાં છે.’’