• Gujarati News
  • બિકિનીવાળા દૃશ્ય પર ચર્ચા નિરાશાજનક : ડાયરેક્ટર

બિકિનીવાળા દૃશ્ય પર ચર્ચા નિરાશાજનક : ડાયરેક્ટર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ.અભિનેત્રી સોનમ કપૂરની આગામી ફિલ્મ બેવકૂફીયાંમાં લોકો આ અભિનેત્રીના બિકિનીના દૃશ્ય વિશે જ વાતો કરે છે તે બહુ જ નિરાશાજનક છે, એમ ડાયરેક્ટર નુપૂર અસ્થાનાએ જણાવ્યું હતું. ૨૮ વર્ષીય સોનમ પહેલી જ વાર આ ફિલ્મમાં બિકિની
પહેરી રહી છે અને તે ચર્ચાનો વિષય બન્યો છે.


લગભગ બે વર્ષ પૂર્વે સોનમે જણાવ્યું હતું કે તેના શરીરનો આકાર અનુરૂપ ન હોવાથી પોતે બિકિની ક્યારેય નહીં પહેરશે.
ફિલ્મમાં બિકિનીના દૃશ્ય વિશે જ લોકો વાતો કરી રહ્યા છે તે નિરાશાજનક છે. આ દશ્ય વિશે જ ચર્ચા થઈ રહી છે. જોકે ફિલ્મમાં અન્ય ઘણું બધું છે. મને ખાતરી છે કે લોકો ફિલ્મ જોશે ત્યારે બિકિનીના દૃશ્યની સુસંગતતા સમજશે અને તેમને ફિલ્મ ગમશે, એમ તેમણે જણાવ્યું હતું.
નુપૂરે એવું પણ જણાવ્યું હતું કે બિકિની અને ચુંબનનું દૃશ્ય ફક્ત લોકોનું ધ્યાન દોરવા માટે ચિત્રિત કરાયું નથી. બે વર્ષ સુધી પ્રેમસંબંધ હોય તેવા પ્રેમીઓ વચ્ચે આટલી નિકટતા સ્વાભાવિક છે. બિકિની દૃશ્યની વાત કરીએ તો સોનમ તેના પ્રેમી સાથે રિસો‌ર્ટ પર જાય છે, જ્યાં દેખીતી રીતે જ નાહવાનો આનંદ લેવા માટે તેને બિકિની પહેરવી પડે છે. વાત આટલી જ છે, એમ નુપૂરે જણાવ્યું હતું.
અમે બિકિનીમાં અસલ છોકરી બતાવી રહ્યા છીએ અને સુપરમોડેલ નહીં. ફિલ્મમાં તે ગણતરીની પળોનું દૃશ્ય છે. નુપૂરની દિગ્દર્શિ‌કા તરીકે આ બીજી ફિલ્મ છે. પ્રથમ ફિલ્મ ૨૦૧૧માં મુઝસે ફ્રેન્ડશિપ કરોગે બનાવી હતી. સોનમ અને આયુષમાન ખુરાના અભિનિત બેવકૂફીયાં ફિલ્મ વિશે પણ તેમને ઘણી આશા છે.
વારતા હબીબ ફૈઝલની છે અને મંદીના સમયમાં પ્રેમકથાનો આ વિચાર મને બહુ ગમ્યો છે. અગાઉ ક્યારેય આ વિષય હાથ ધરાયો નથી. દર્શકો માટે વધુ મનોરંજક બનાવવા માટે અમે વારતારેખામાં અમુક ફેરફાર જરૂર કર્યા છે, એમ તેમણે જણાવ્યું હતું.
યશ રાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિ‌ત આ ફિલ્મ ૧૪ માર્ચે રિલીઝ થવાની છે.