• Gujarati News
  • ૧૪ લાખની સાઇકલ ચોરાઈ, ઊકદ ન થઈ

૧૪ લાખની સાઇકલ ચોરાઈ, ઊકદ ન થઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમિત શર્મા. પંચકૂલા
હરિયાણાના પંચકૂલાના એનઆરઆઇ ઇંદ્રજિત સોની એંડીની સાઇકલ ચોરાઇ ગઇ. પોલીસે પહેલા તો વાત સાંભળવાનો જ ઇન્કાર કરી દીધો. સાઇકલ ચોરીની એફઆઇઆર પણ નોંધી નહિ‌. જ્યારે પોલીસને જણાવવામાં આવ્યું કે આ કોઇ સામાન્ય સાઇકલ નથી પરંતુ ૧૪ લાખ રૂપિયાની ખાસ પ્રકારની સાઇકલ છે, ત્યારે પોલીસને વિશ્વાસ જ નહોતો આવ્યો. જોકે બાદમાં એક ઉચ્ચ અધિકારીએ ફોન કર્યા પછી પોલીસે એફઆઇઆર નોંધી.
અમેરિકામાં વ્યવસાયે બેન્કર ઇન્દ્રજિતની સાઇકલ જ્યારે ચોરી થઈ ત્યારે તે ઘરે જ હતા. સાંજે જ્યારે ઘરની બહાર નીકળ્યાં ત્યારે જોયું તો સાઇકલ ગાયબ હતી. તેમણે જણાવ્યું કે નાઇટ હોક કંપનીની આ સ્પેશિયલ સાઇકલની કિંમત ૧૪-૧પ લાખ રૂપિયા છે. તેને શિપથી ભારત મંગાવવાનો આશરે ૭ લાખ રૂપિયા ખર્ચ થયો હતો. સાઇકલના ટાયર મેડ ઇન હોલેન્ડના છે અને લાખો રૂપિયાના છે. આ સાઇકલનું એસેમ્બિલિંગ કેનેડામાં થાય છે. સાઇકલના ૧૮ ગિયર છે અને લેધરની ચેઇન છે. ચલાવતી વખતી ખબર જ ન પડે કે સાઇકલ ચલાવી રહ્યાં છો. ચેન ઉતરતી નથી અને ગિયર શિફ્ટિંગ પણ ખૂબ જ સરળતાથી થાય છે. આવો શેપ ધરાવતી સાઇકલ ભારતમાં ખૂબ જ ઓછી હશે, આથી પડોશી પણ સાઇકલને જોવા માટે આવે છે.
એંડીનું કહેવું છે કે તે સાઇકલ દ્વારા યુવાનોને નશાની વિરુદ્ધ જાગૃત કરવાની વિચારી રહ્યાં હતા. જોકે સાઇકલ ચોરાઇ જતા તેમની ઇચ્છા અધૂરી જ રહિ‌ ગઈ છે. એંડી ૨૦૧૨માં અમેરિકાના સેનેટના ઓફિશિયલ કેન્ડિડેટ રહી ચૂક્યાં છે.