• Gujarati News
  • ગુસ્સામાં સાયન્સ પણ ભળ્યું

ગુસ્સામાં સાયન્સ પણ ભળ્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૪૦ વર્ષથી વધારે સમયથી સક્રિય રાજનીતિમાં રહેલા મુરલી મનોહર જોશીને વારાણસીની ટિકિટ પર જોખમ શું નજર આવ્યું,તે પોતાની જ અહંકારની આગમાં સળગી ઊઠયાં. વારાણસીના એક કાર્યક્રમમાં બોલ્યાં, હું તો વિજ્ઞાનનો વિદ્યાર્થી છું. રાજનીતિમાં ફસાઇ ગયો છું. પુણ્ય કર્યુ હતું કે ભારતમાં જન્મ થયો. પરંતુ લાગે છે પાપ કર્યુ હશે કે મારે સંસદમાં જવું પડયું. તેમની પાર્ટીના જ એક નેતાનું કહેવું હતું કે, તેમને મળનારા મુલાકાતીઓને લાગતું હતું કે પાપ કર્યુ હશે કે તેમને જોશીને મળવા માટે જવું પડયું. ત્યાં નોટિસ લાગી હતી- કૃપા કરીને કોઇની ભલામણનો આગ્રહ ન કરો. તેમનાથી લોકો એટલા નારાજ હતા કે તેમને જીતાડવા માટે અટલજીને દરેક વખતે જોર લગાવવું પડતું હતું. અનેક સભાઓ યોજવી પડતી હતી. હવે જ્યારે તેમને પોતાની ટિકિટ કપાતી નજરે પડી ત્યારે પાપ-પુણ્યનું ભાન થાય છે.