• Gujarati News
  • છેવટે શું છે પવાર ગેમ?

છેવટે શું છે પવાર -ગેમ?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફેબ્રુઆરીમાં એક મરાઠી દૈનિક અખબારમાં એવા અહેવાલ છપાયા કે મોદી અને શરદ પવાર વચ્ચે દિલ્હીમાં ગઠબંધન મામલે બેઠક યોજાઈ હતી. આ અહેવાલ બાદ હોબાળો થયો એટલે એનસીપીએ બેઠકના અહેવાલનું ખંડન કર્યું. મામલો શાંત થયો તો પવારે કહ્યું કે, હું મોદીને મળ્યો હતો, કોઈ પાકિસ્તાનીને નહીં. શિવસેનાએ તુરંત જવાબ આપતા કહ્યું કે પવાર એનડીએમાં ન આવી શકે. તેમના માટે માત્ર દરવાજા નહીં પણ બારીઓ પણ બંધ છે. જાણકારો જણાવે છેકે આ પવારની પાવર ગેમ છે. કોંગ્રેસને અહેસાસ કરાવવા માંગે છે કે તેઓ તેમની સાથે જ છે. બીજી તરફ ગુજરાતના બહાને મોદીના વખાણ કરેછે તો ક્યારેક રમખાણો મામલે ટીકા પણ કરે છે. આવામાં સમાચારો વહેતા થાય છે કે ચૂંટણી બાદ તેઓ એનડીએમાં જોડાઈ શકે છે.