• Gujarati News
  • ૧૦૧ વર્ષના વૃદ્ધ યુએસ કોંગ્રેસની ચૂંટણી લડશે

૧૦૧ વર્ષના વૃદ્ધ યુએસ કોંગ્રેસની ચૂંટણી લડશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીટીઆઈ. હ્યુસ્ટન
કહેવાય છે મન હોય તો માળવે જવાય’. અમેરિકામાં એક વૃદ્ધે લીધેલા નિર્ણયમાં આ ઉક્તિ કદાચ આગામી સમયમાં સાચી પુરવાર થાય તો નવાઈ નહીં. અહીં ૧૦૧ વર્ષના વૃદ્ધે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્ઝમાં જવા માટે અમેરિકી કોંગ્રેસની ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. ફ્લોરિડાના સારાસોટાના રહેવાસી જોય ન્યુમેને ફ્લોરિડાની ૧૬મી કોંગ્રેશનલ ડિસ્ટ્રિક્ટની ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. ૧૦૧ વર્ષના ન્યુમેને તેમના જીવનકાળ દરમિયાન જોયું છે કે આ દેશ શું કરવા માટે સમર્થ છે.
તેઓ માને છે કે અમેરિકી કોંગ્રેસ હજુ પણ સારું કામ કરી શકે તેમ છે. આ વર્ષે જ સારાસોટા અને મેનાટી કાઉન્ટીને આવરી લેતી બેઠક પર તેઓ ચૂંટણી જંગ લડશે. એવું કહેવાય છે કે અનુભવ સૌથી મોટો શિક્ષક છે અને ન્યુમેન પાસે અનુભવોનું ભાથું ઘણું મોટું હોવાથી અનેક વાતો તેઓ જનતા
સમક્ષ વહેંચી શકશે. ન્યુમેને જણાવ્યું હતું કે તમે જીવન પાસેથી અને તેમાં આવતી જવાબદારીઓમાંથી કંઈક શીખો છો.

જો તમે જવાબદારીઓ નિભાવી ન શકો તો પછી અરીસા સામે ઊભા રહીને પોતાની જાતને કેવી રીતે જોઈ શકવાના છો?’
તેમણે અમેરિકાને અનેક તડકા-છાંયામાંથી પસાર થતા જોયું છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે જનતા તેમને જરૂર ચૂંટી કાઢશે.