• Gujarati News
  • છોટાઉદેપુર પાસેથી ચોરીની પ બાઇક સાથે એક ઝડપાયોએલસીબીએ વાહનચોરીનો પર્દાફાશ કર્યો

છોટાઉદેપુર પાસેથી ચોરીની પ બાઇક સાથે એક ઝડપાયોએલસીબીએ વાહનચોરીનો પર્દાફાશ કર્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. છોટાઉદેપુર
છોટાઉદેપુર જીલ્લા પોલીસે વાપી,વલસાડ, અંકલેશ્વર તથા વિરાર મહારાષ્ટ્રમાથી મોટર સાઇકલ ઉઠવનાર ટોળકીનો એક આરોપી ધર્મેસસિંહ ગોહાયડા તોમર રહે. નાની વહોઇ કોલી ફળિયા તા. કઠીવાડા, મધ્યપ્રદેશની અટકાયત કરી પાંચ મોટર સાઇકલ કબજે કરેલ છે. પોલીસે વધુ વાહનચોરીનો ભેદ ઉકેલવા ઝડપાયેલા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.
જીલ્લા ડી.એસપી રાજન ટી સુસરાને માહિ‌તી મળી હતી કે મોટર સાઇકલો ગુજરાત સરહદ નજીકનાં ગામમાં આરોપીઓ ચોરી લાવી ગામડામાં સસ્તા ભાવે વેચે છે. જેની તપાસ એલસીબી પીએસઆઇ આરબી દેવધાને સોપી હતી. આ અંગે તપાસ કરતાં તેઓએ બાતમીના આધારે એક ઇસમ લાલ કલરની ડિસ્કવર બાઇક ઓછી કિમંતે વેચવા છોટાઉદેપુર બજારમાં ફરી વનાર ચોકડી તરફ આવવાનો છે. જે આવતાં જ પોલીસે તેને પકડી પુછપરછ કરી હતી. જેમા તેને પોતાનું નામ ધર્મેશસિંહ ગોહાયડા હોવાનું જણાવ્યુ હતું. તેની પૂછપરછમાં આ બાઇક મહારાષ્ટ્રથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. તેને પોતાની સાથે અન્ય દશ સાગરીતોએ જુદા જુદા ગામોમાંથી બાઇક ચોરીની કબુલાત કરી હતી.ઝડપાયેલા આરોપી પાસેથી મરૂન કલરની હોન્ડા સાઇન કબજે
કરેલ છે.
ત્રણ માસ પહેલા આરોપી ધર્મેશસિંહે વલસાડથી આગળ અતુલવાડી ડુગરીથી પાનેરા પારડી વાવ ગામેથી હોન્ડા ચોરીની કબૂલાત કરી છે. જે પૈકી એક હોન્ડા કબજે કરેલ છે. પકડાયેલ ઇસમ અને તેના ૧૦ સાગરીતો ૧૬ મોટર સાયકલો વાપી વલસાડ અંકલેશ્વર તથા મહારાષ્ટ્રથી ચોરી કરી લાવ્યાનું કબુલ કર્યું હતું. આ મોટર સાયકલો પકડવામાં એલસીબીનાં સ્ટાફે મહત્ત્વની ભુમીકા ભજવી હતી.