• Gujarati News
  • મદદ’ માત્ર શબ્દ નહીં, શક્તિશાળી મંત્ર છે

મદદ’ માત્ર શબ્દ નહીં, શક્તિશાળી મંત્ર છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થમ કહાની : તેનો વૈજ્ઞાનિક પ્રયોગ જોવા માટે ઘણા લોકો એકઠા થયા હતા. તેના હાથમાં એક કસનળી હતી, જેમાં છાશ હતી. તેણે તેમાં આયોડીન મિલાવ્યું. જેવું આયોડીન ભળ્યું, છાશનો રંગ બદલાવા લાગ્યો. સફેદ છાશ વાદળી બની ગઈ. તેનો અર્થ એ છે કે તે શુદ્ધ નથી. તેમાં ભેળસેળ કરવામાં આવી છે. હવે તેણે મોટા અવાજે હાજર લોકોને જણાવ્યું કે, જુઓ જો આ છાશ શુદ્ધ હોત તો આયોડીન મિલાવ્યા બાદ પણ તે સફેદ જ રહેતી.’ લોકો પણ ચકિત હતા. આશ્ચર્ય એ વાતનું છે કે જે મહિ‌લાએ તેમની આંખો ખોલી હતી તે માત્ર ધોરણ-૧૧ સુધી જ ભણેલી હતી. અમે અહીં પ૨ વર્ષના પ્રફુલા પાઠકની વાત કરી રહ્યા છીએ. તેઓ છેલ્લા ૧૪ વર્ષથી દરબારગઢ ((ગુજરાત))ના એમ.ડી. મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ સાથે જોડાયેલાં છે. તેઓ ખાવા-પીવાની વસ્તુઓમાં ભેળસેળ પ્રત્યે લોકોને જાગૃત કરવાનું અભિયાન ચલાવી રહ્યાં છે. આ માટે તેઓ અનેક ગામ-શહેરની મુલાકાત લઈ ચૂક્યાં છે.
બીજી કહાની : મહારાષ્ટ્રના જંગલ ખાતાએ જાન્યુઆરી ૨૦૧૩માં એક જાહેરનામું બહાર પાડયું, જેના અંતર્ગત લોકોને એક જંગલી પ્રાણી દત્તક લેવાની મંજૂરી આપવામાં આવી. જેના અંતર્ગત મુંબઈના સંજય ગાંધી નેશનલ પાર્કના પ્રાણીને પણ દત્તક લેવાની મંજૂરી અપાઈ. આ માહિ‌તી મુંબઈના દહિ‌સર વિસ્તારમાં આવેલી રૂસ્તમજી કેમ્બ્રિજ ઇન્ટરનેશનલ સ્કૂલને પણ મળી. આ સ્કૂલ હંમેશાં પોતાનાં બાળકોને સંજય ગાંધી નેશનલ પાર્ક ફરવા લઈ જતી હતી. આથી સ્કૂલે તાત્કાલિક વાલીઓને પત્ર લખ્યો, જેમાં જંગલી પ્રાણીને દત્તક લેવાની ઈચ્છા અંગે પૂછવામાં આવ્યું. પત્રને સારી પ્રતિક્રિયા મળી અને વાલીઓએ ૩૨ હરણ દત્તક લેવાની સહમતી વ્યક્ત કરી. પાર્ક તરફથી સોમવારે સ્કૂલને જાણ કરી દેવાઈ કે હરણને દત્તક લેવાની સ્કૂલની અરજી મંજૂર કરી દેવાઈ છે. એટલે હવે આ હરણોના અધિકૃત વાલી તેમને દત્તક લેનારા સ્કૂલનાં બાળકો કહેવાશે.
ત્રીજી કહાની : આ સોમવારેની વાત છે. પ‌શ્ચિ‌મ બંગાળના પુરુલિયામાં રહેતા દીપક અને લલિતા મહતોને અચાનક પોતાના ઘરના બેડરૂમની દીવાલ તૂટવાનો અવાજ સંભળાયો. તેમનો બાળક ત્યાં જ ઊંઘી રહ્યો હતો. તેઓ બેડરૂમ તરફ દોડયાં. ત્યાં જે જોયું તેના પર તેમને વિશ્વાસ ન થયો. એક ચોર દીવાલ તોડીને ઘરમાં ઘૂસ્યો હતો. તેણે દીવાલનો જે ભાગ તોડયો, બાળક ત્યાં જ સૂતો હતો. દીવાલના ટુકડા તેના શરીર પર પડયા હતા. એ ચોર બાળકના શરીર પરથી એ ટુકડા ખસેડી રહ્યો હતો. તેના સમગ્ર શરીર પરથી ઈંટોના ટુકડા ખસેડીને ચોરે બાળકને ચૂપ કરાવ્યું અને બાળક શાંત થતાં જ ત્યાંથી ભાગી ગયો.
ફંડા એ છે કે, મદદ માત્ર એક શબ્દ નથી, જેને આપણાં પૂર્વજોએ બનાવ્યો છે. તે એક શક્તિશાળી મંત્ર છે, જેને આપણે યોગ્ય સમયે ઉપયોગ કરી શકીએ છીએ. આ મંત્રમાં દુનિયા જીતી લેવાની શક્તિ છે.