• Gujarati News
  • ઋતુચક્રમાં ફેરફારની વધતી ચિંતા

ઋતુચક્રમાં ફેરફારની વધતી ચિંતા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શના મોટાભાગમાં હવામાનમાં આવેલાં પરિવર્તનથી ચિંતાઓ વધી છે. તામિલનાડુથી માંડીને મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને જમ્મુ-કાશ્મીર સુધી તેની અસર પડી છે. ઉત્તર ભારતમાં દર એક-બે દિવસના અંતરે વરસાદ પડી રહ્યો છે, જેને કારણે શિયાળો લંબાયો છે. પરિણામસ્વરૂપે અનેક રાજ્યોમાં ખેતરોમાં તૈયાર પાકને નુકસાન પહોંચ્યું છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે અનુમાન લગાવ્યું છે કે, રાજ્યમાં રૂ.૧૩ હજાર કરોડના ઊભા પાકને નુકસાન પહોંચ્યું છે. અનેક રાજ્યોમાં બટાકા, શેરડી, સરસિયા અને ઘઉંના પાકને લઈને ચિંતા વધી રહી છે. રાજસ્થાન અને હરિયાણામાં સરસિયાના સારા ઉત્પાદનની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. મહારાષ્ટ્રમાં એક લાખ હેક્ટરથી વધુ જમીન પર ચણાનો પાક બરબાદ થયો છે. એટલે કે કેન્દ્ર સરકારે રવી પાકનો જે અંદાજ લગાવ્યો હતો તેને મેળવવો હવે અઘરું થઈ શકે છે. તેની સીધી અસર અર્થતંત્ર અને ખાદ્યપદાર્થોના ભાવ પર પડશે. ખાદ્યપદાર્થોનો ફુગાવાનો દર આમ જ કાબૂ બહાર રહ્યો છે. હવે પરિસ્થિતિ વધુ બગડી શકે છે. ચિંતા એ વાતની છે તે ખરાબ હવામાનનો આ દોર હજુ લાંબો ખેંચાવાનો છે. અધૂરામાં પૂરું અલ નિનો’ વાવાઝોડાના ત્રાટકવાની પણ આશંકા છે અને જો આમ થયું તો ચોમાસું પણ બગડી શકે છે.
અલ નિનો’ પ્રશાંત મહાસાગરમાં થતી પરિઘટના છે, જેને કારણે ત્યાં તાપમાનમાં અસામાન્ય ફેરફાર આવે છે અને તેના પરિણામસ્વરૂપે ભારતીય ચોમાસા સહિ‌ત સમગ્ર દુનિયાના હવામાનની પદ્ધતિ પ્રભાવિત થાય છે. વૈજ્ઞાનિકો જણાવે છે કે, જળવાયુ પરિવર્તનના પરિણામસ્વરૂપે ઋતુચક્રમાં ફેરફાર આવશે અને વરસાદ કે દુષ્કાળ વધુ મારક સ્વરૂપ ગ્રહણ કરી લેશે. તો શું હવે એ જોખમ આપણી સામે તોળાઈ રહ્યું છે?