• Gujarati News
  • આંટીઘૂંટીસક્ષમ અધિકારીનો અભિપ્રાય મંગાવી કલેક્ટરમાં પરવાનગી માટે મોકલવા તજવીજ હાથ ધરાઇ

આંટીઘૂંટીસક્ષમ અધિકારીનો અભિપ્રાય મંગાવી કલેક્ટરમાં પરવાનગી માટે મોકલવા તજવીજ હાથ ધરાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ડભોઇ
ડભોઇ નગર પાલિકાની ૧૪મી માર્ચના રોજ યોજાનારી બજેટલક્ષી સમગ્ર સભા એજન્ડા નીકળી ગયા બાદ પણ આચારસંહિ‌તાને લઇને કાયદાની આંટીઘુટીમાં અટવાઇ ગઇ છે. જેમાં પાછલી ત્રણ સમગ્ર સભાઓથી કારોબારી અને પેટા સમિતિની થયેલી રચનાઓ ઉપર પણ ઉઠેલા સવાલો તો વળી આચાર સંહિ‌તાને લઇને બજેટ માટેની ખાસ સમગ્ર સભા બોલાવવા સક્ષમ અધિકારીનો અભિપ્રાય મંગાવી રિવ્યુમાં લેવા પાત્ર છે કે તેના સવાલો સાથે જિલ્લા કલેક્ટરમાં પરવાનગી માટે મોકલવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
ડભોઇ નગર પાલિકાની પાછલી ત્રણ સમગ્ર સભાઓ તો કોઇને કોઇ કારણે વિવાદો ઉભા કરતી આવી જ છે. જેમાં ખાસ કરીને કારોબારી અને પેટા સમિતિની રચનાઓએ તો માથાનો દુ:ખાવો કરી નાંખ્યો જ છે. ત્યારે બીજી બાજ ડભોઇ પાલિકાનાં પ્રમુખ બીજે બ્રભટ્ટ દ્વારા તા.૧૪મી માર્ચના રોજ હિ‌સાબી વર્ષને લઈને બજેટલક્ષી ખાસ સમગ્ર સભા બોલાવવાનો એજન્ડા સભ્યોને મોકલી આપ્યો. તેની સાથે જ વધુ એક વિવાદ વિરોધ કોંગ્રેસ પક્ષ દ્વારા ઉભો થઇ ગયો છે. જેમાં હાલ તા.૨૦મી એપ્રિલનાં રોજ યોજાનારી લોકસભાની ચૂંટણીનં જાહેરનામું બહાર પડી ગયું છે. આચારસંહિ‌તા પણ અમલમાં આવી ગઇ છે. ત્યારે એકબાજુ આચારસંહિ‌તા ભંગ થયા બાબતની અરજી વિરોધપક્ષનાં સુભાષ ભોજવાણીએ ડભોઇ ચૂંટણી અધિકારીને આપી દીધી છે.
ત્યારે પ્રાંત અધિકારી એલ.બી.બાભંણીયાએ તાત્કાલિક અસરથી આચારસંહિ‌તા અમલી હોઈ સક્ષમ સત્તાધિકારીની મંજૂરી મેળવીને જોગવાઇ આધારે એજન્ડા સાથે માર્ગદર્શન મેળવવા મોકલ્યં અને મંજૂરી મેળવવા માટે પાલિકાને આદેશ કરવામાં આવ્યો છે. આ હકીકત
તો માત્ર આગામી તા.૧૪મીની કાયદાની આંટીઘુટીમાં અટવાયેલી ખાસ સમગ્ર સભાની છે. પરંતુ તેનાથી પણ વધુ મોટો વિવાદ
પાછલી ત્રણ સમગ્ર સભાઓથી ચાલી આવતી સમિતિની રચનાઓ બાબતનો પણ આ ટાણે ભાગ ભજવી શકે તેમ છે. જેમાં વિરોધપક્ષ દ્વારા તો સમિતિની થયેલી રચનાઓ જ ગેરવાજબી હોવાની ફરિયાદ જિલ્લા કલેક્ટરમાં અગાઉથી તો કરી જ છે. જેમાં ૧૦મી જાન્યુ. ૨૦૧૪ની મળેલી સમગ્ર સભામાં એક વર્ષની સમિતિઓની મુદત પુર્ણ થયેથી કારોબારી અને પેટા સમિતિઓની ઠરાવ નંબર ૯૩થી રચના કરવામાં આવી.
૧૧મી જાન્યુ. થી આ સમિતિઓ કાર્યરત તઇ ગઇ પરંતુ કેટલાંક સત્તાપક્ષ ભાજપાનાં સદસ્યોને અસંતોષ થતાં તા. ૩૧-૧-૧૪ના રોજ ફરીથી મળેલી સમગ્ર સભામાં ગત સમગ્ર સભામાં રચાયેલી સમિતિઓ મુર્છીત અવસ્થામાં કરી નાંખી હત. ત્યારબાદ ત્રીજી સમગ્ર સભા તા. ૨૬-૨-૧૪ના રોજ બોલાવી ઠરાવ નંબર ૧૧૬થી ફરીથી સમિતિના સભ્યોમાં ફેરબદલી અને એક સમિતિના ચેરમેન પદની ફેરબદલી કરી સત્તાપક્ષની સ્પષ્ટ બહુમતીના જોરે રચના કરાવમાં આવી હતી. આ ટાણે પાલિકાના અધિનિયમનો કાયદા સુપ્રિમ કો‌ર્ટ હાઇકો‌ર્ટના આવેલા જજમેન્ટની કોપીઓ સાથે સમિતિઓની રચના ગેરકાયદેસર હોવાની દલીલો કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં પણ આવી હતી. છતાં બહુમતી જીતીને રચનાં થઇ ગઇ નિયમોનુસાર આ રચના સંબંધીત ચીફ ઓફિસર દ્વાર પણ પ્રાંત અધિકારી અને જિલ્લા કલેક્ટરમાં પ્રથમ અભિપ્રાય જાવક નંબર ૧પપપ તા.ચોથી માર્ચના રોજ અને બીજો પણ એક અભિપ્રાય જાવક નંબર ૧પ૮૧થી તા.૧૦મી માર્ચના રોજ સમિતિની રચના અંગેનો ઠરાવ રીવ્યુમાં લેવાપાત્ર હોવાનો રિપો‌ર્ટ પણ આપી દેવામાં આવ્યો હતો.
એટલું જ નહીં પ્રાત અધિકારીએ સ્પષ્ટતા સાથે વધુ એક ઇન્ચાર્જ ચીફ ઓફિસરનો જ રિપો‌ર્ટ આજરોજ પણ મંગાવ્યો અને તે આધારે તા.૧૪મી માર્ચના રોજ બજેટની સમગ્ર સભાની મંજૂરી મેળવવા બાબતે સુચના આપવામાં આવી છે. ત્યારે સવાલ એ પણ વિરોધપક્ષે ઉભો કર્યો છે કે ઇન્ચાર્જ ચીફ ઓફિસરે થયેલી ઠરાવ ખોટો છે નું જણાવી રિવ્યુમાં લેવાપાત્ર હોવાનો રિપો‌ર્ટ આપ્યો હોય તો સમિતિઓની તા.૨૬-૨-૧૪ના રોજની મળેલી સમગ્ર સભામાં થયેલી રચના પણ કેવી રીતે માપ રખાય? જો તેને ચીફ ઓફિસરે આપેલો રિપો‌ર્ટ મુજબ માન્યતા જ ન આપી શકાય તો બજેટલક્ષી તા.૧૪મી માર્ચની સમગ્ર સભા પણ કેવી રીતે બોલાવી શકાય? ના સવાલો ઉભા કરી ફરીથી એકવાર જિલ્લા કલેક્ટરમાં ઘા પણ વિરોધપક્ષ કોંગ્રેસના સુભાષ ભોજવાણીએ કર્યો છે. ત્યારે હવે એ જોવાનું છે કે ૧૪મી માર્ચને માત્ર એક દિવસ આડો છે ત્યારે ૧૩મી માર્ચ સુધીમાં આચારસંહિ‌તા અમલી હોય એવા સંજોગોમાં સક્ષમ સત્તાધિકારીની મંજૂરી મળશે કે કેમ ?