• Gujarati News
  • મેળાની મજા આદિવાસીઓએ ઢોલ ત્રાંસાના તાલે નૃત્યની રમઝટ બોલાવી

મેળાની મજા આદિવાસીઓએ ઢોલ-ત્રાંસાના તાલે નૃત્યની રમઝટ બોલાવી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. લીમખેડા
લીમખેડાના મોટા હાથીધરામાં યોજાયેલા આમલી અગિયારસનાં મેળામાં અનેક ગામોમાંથી
હજારોની સંખ્યામાં મેળા રસિકો ઉમટયા હતા. મેળામાં આદિવાસી સમાજના લોકોએ ઢોલ-ત્રાંસાના તાલે આગવી શૈલીમાં નૃત્યની રમઝટ બોલાવતાં મેળા રસિકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. શ્રદ્ધાળુઓએ મંદિરે ઉમટી પોતાના બાધા આખડીઓ પુર્ણ કરી હતી.
ફાગણ સુદ અગિયારસનાં રોજ લીમખેડાનાં મોટા હાથીધરાના મેદાનમાં આમલી અગિયારસનો મેળો યોજાયો હતો. આજુબાજુના સેંકડો ગામોમાંથી મેળા રસિકો વહેલી સવારથી જ ઉમટવા લાગ્યા હતા. બપોરના સમયે મેળા સ્થળે હૈયાથી હૈયું ટકરાય તેવી ભીડમાં મેળા રસિકોએ મેળામાં આનંદ પ્રમોદની ચીજવસ્તુઓનો ભરપૂર લાભ ઉઠાવ્યો હતો. મેળામાં વર્તુળ આકારે આદિવાસી શૈલીમાં ઢોલ-ત્રાંસાનાં તાલે કેટલાંક લોકોએ નૃત્યની રમઝટ બોલાવી હતી. તેનું ભારે આકર્ષણ રહ્યું હતું. મેળામાં ઇલેક્ટ્રિક ચગડોળ, ડ્રેગન ટ્રેન, ચેરૂ પ્લેન, કરાશ, બ્રેક ડાન્સ,
મેજીક શોક, સહિ‌તના સાધનોમાં બેસી મેળા રસિકોએ આનંદ ઉઠાવ્યો હતો.