• Gujarati News
  • પરીક્ષાના સમયે સ્ટેશનરી બજારમાં તેજી આવી

પરીક્ષાના સમયે સ્ટેશનરી બજારમાં તેજી આવી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.ગોધરા
ધો.૧૦ અને ૧૨ની બો‌ર્ડ‌ની પરીક્ષાને પગલે પંચમહાલ તથા મહિ‌સાગરનાં સ્ટેશનરી બજારમાં તેજી આવી ગઇ છે. વિદ્યાર્થીઓએ બોલપેન, રીફલ, પેડ, ફુટપટ્ટી અને કંપાસ જેવી સ્ટેશનરી ખરીદવાની શરુઆત કરી દીધી છે. લખાવા માટે વપરાતી પેન આમ તો પ-૧૦ રૂપિયાની હોય છે. પરંતુ બો‌ર્ડ‌ની પરીક્ષામાં બેસતા વિદ્યાર્થીઓ બે લાખથી વધુની બોલપેન ખરીદી કરીને આ બજારને લાખનુ બનાવી મુકે છે.
પરીક્ષા ટાણે સ્ટેશનરીનો ધંધો પુરબહારે ખીલતો હોવાથી પેન ઉત્પાદકો પણ આ સમયે પેનનુ બજાર ઉંચુ લાવવા અવનવી પેન બજારમાં મુકતા હોય છે. શહેરમાં પેનની ઓછામાં ઓછી ૬૦ ઉપરાંત બ્રાન્ડ છે. બો‌ર્ડ‌ની પરીક્ષામાં લખવાની કામગીરી વિદ્યાર્થીઓએ કરવાની હોય છે. પરંતુ બોલપેન અને અન્ય જરુરી સ્ટેશનરી ખરીદી વાલીઓ કરી રહ્યા છે. આ અંગે સ્ટેશનરી વેપાર સાથે સંકળાયેલા વેપારીઓ કહે છેકે, ગ્રાહકોમાં ૭૦ ટકા વાલીઓ હોય છે. જ્યારે ૩૦ ટકા વિદ્યાર્થીઓ જ પોતે બોલપેનની ખરીદી કરતા હોય છે. ફેબ્રુઆરીના અંતથી માર્ચ મહિ‌ના દરમિયાન માત્ર પંચમહાલ તથા મહિ‌સાગરમાં બે લાખથી વધુ પેન વેચાઇ જતી હોય છે.