• Gujarati News
  • ત્રણ વર્ષ બાદ જિલ્લા પં.ના ૧૨પ કર્મચારીઓને તાલીમ

ત્રણ વર્ષ બાદ જિલ્લા પં.ના ૧૨પ કર્મચારીઓને તાલીમ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ગોધરા
ત્રણ વર્ષના લાંબા સમય બાદ માહિ‌તી અધિકાર અંતર્ગત પંચમહાલ જિલ્લા પંચાયતના ૧૨પ કર્મીઓ માટે
પ્રાદેશિક તાલીમ કેન્દ્ર વડોદરા દ્રારા માર્ગદર્શન તાલીમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં જોગવાઇ અનુસાર ૩૦ દિવસમાં પૂર્ણ માહિ‌તી સાથે અરજદારને સંતોષ આપી અપીલના કિસ્સા ઘટાડવાની હિ‌માયત કરાઇ હતી.
વર્ષ૨૦૦પથી કેન્દ્ર સરકાર દ્રારા માહિ‌તી અધિકાર દાખલ કરવામાં આવ્યો છે.જેતે સમયથી જ કર્મીઓને તાલીમ અંગે સજ્જ કરાયા છે.પરંતુ વખતોવખત તેમાં આવતાં સુધારા તથા રહેલી મુશ્કેલીઓના અવકાશ ઘટાડીને સામાન્ય પ્રજાને વેળાસર લાભદાયી થાય તે માટે તાલીમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. ત્રણ વર્ષના લાંબા સમય બાદ પ્રાદેશિક તાલીમ કેન્દ્ર વડોદરા ((સ્પીપા))દ્રારા પંચમહાલ જિલ્લા પંચાયતના ૧૨પ કર્મીઓ માટે બુધવારે ગોધરામાં તાલીમ યોજાઇ હતી.નાયબ નિયામક કલ્પનાબેન પરીખે તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની વિવિધ શાખાના ઉપસ્થિત પ્રતિતિધિઓને હિ‌માયત કરતાં જણાવ્યુ હતુ કે જોગવાઇ અનુસાર ૩૦ દિવસમાં પૂર્ણ માહિ‌તી સાથે અરજદારને સંતોષ આપી
અપીલના કિસ્સા ઘટાડવા જોઇએ.આ અધિકાર લોકશાહીમાં હથિયાર સમાન છે.દિન પ્રતિદિન આ નિયમનો વપરાશ વધતાં વહીવટમાં પારદર્શક આવીને પ્રજાની શંકા કુશંકાનો અંત આવ્યો છે.