• Gujarati News
  • ગાંધીનગર અમદાવાદ પૂર્વ બેઠક મુદ્દે ભાજપમાં મડાગાંઠૃચ્ ’

ગાંધીનગર-અમદાવાદ પૂર્વ બેઠક મુદ્દે ભાજપમાં મડાગાંઠૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
ભાજપ દ્વારા ગુજરાતની ૨૬ બેઠકો માટે સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર કરવા ચાલી રહેલી સંસદીય સમિતિની બેઠકના બીજા રાઉન્ડમાં મંગળવારે અમદાવાદ, ગાંધીનગર સહિ‌ત ૯ બેઠક માટે ચર્ચા થઇ હતી. અમદાવાદ અને ગાંધીનગર બેઠક મામલે ભાજપમાં મૂંઝવણ સર્જા‍ઈ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
ગાંધીનગર બેઠકમાં અડવાણી સિવાય અન્ય પ નામ અંગે ચર્ચા થઈ. અમદાવાદ પ‌શ્ચિ‌મ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, ખેડા, આણંદ બેઠકોની ચર્ચા મંગળવારે બેઠકમાં થઈ હતી.અમદાવાદ પૂર્વ બેઠક પરથી હરિન પાઠક ચૂંટાયા છે, આ બેઠક પરથી મોદી ચૂંટણી લડવાના હોવાની ચર્ચા શરૂ થઈ છે. કાર્યકરોએ આ બેઠક માટે મોદીનું નામ સૂચવ્યું હતું.૧૩મીએ મળનારી બેઠકમાં વિવિધ રાજ્યોના ઉમેદવારોનાં નામોની જાહેરાત થવાની સંભાવના છે, પરંતુ તેમાં ગુજરાતના ઉમેદવારોની જાહેરાત થવાની શક્યતા નથી. સમિતિ દ્વારા બુધવારે ૨૬ બેઠકો પર અંદાજે ૨૦૦થી વધુ ઉમેદવારનાં નામની ચર્ચા અને બેઠકદીઠ સમીક્ષાની કામગીરી પૂર્ણ કરાશે.