• Gujarati News
  • શુક્રવારથી શેત્રુંજ્યની પ્રદક્ષિણ શરૂ થશે

શુક્રવારથી શેત્રુંજ્યની પ્રદક્ષિણ શરૂ થશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર. જૈનોની પવિત્ર તર્થિભૂમિ પાલિતાણા હાઈવે શત્રુંજ્ય ડુંગર પર આગામી ફાગણ સુદ તેરસ ((ઢેબરા તેરસ))નાં દિવસે ભાવનગર શહેર-જિલ્લા ઉપરાંત ગુજરાત અને દેશ-વિદેશમાંથી હજારો યાત્રાળુઓ જાત્રા કરવા માટે ઉમટશે. શત્રુંજય તર્થિની છ ગાઉની પ્રદક્ષિણા કરીને અતિ ક્રુર જીવો પણ સંત બની સાધના શિખર પર ચઢીને સિદ્ધ થયા છે. આ યાત્રા કરવા માટે એવા વ્યક્તિઓ પધારે છે કે જેમણે મોટર-ગાડી,સ્કૂટર કે પ્લેન સિવાય પગ જમીન પર ન મુક્યો હોય તેઓ પગપાળા છ ગાઉની યાત્રા કરી ધન્ય બને છે. આણંદજી કલ્યાણજી પેઢી, પ્રાર્થના યુવક મંડળ ભાવનગર, પોલીસ તંત્ર અને એસટી તંત્ર દ્વારા વ્યવસ્થા કરાઇ છે.