• Gujarati News
  • ઇરાકમાં મોકલવાની છેતરપિંડી કેસમાં ૧ એજન્ટની ધરપકડ

ઇરાકમાં મોકલવાની છેતરપિંડી કેસમાં ૧ એજન્ટની ધરપકડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. બીલીમોરા
સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી નોકરી માટે ઈરાક ૬પ વ્યક્તિઓ ગયા હતા. તેમને નક્કી થયા મુજબ પગાર નહીં અપાતો અને ખાવાનું પણ કાંકરીવાળુ, પાણીવાળુ આપી ત્રાસ અપાતો હોવાથી ત્યાંથી ૭ વ્યક્તિ ગમે તેમ કરી આવી ગયા હતા. આ બધાને ખોટા વચનો આપી મોકલનારા પાંચ એજન્ટો વિરૂદ્ધ બીલીમોરા પોલીસમાં ફરિયાદ નોંધાતા ડુંગરીના એજન્ટ અલ્લારખુ શેખની પોલીસે આજે ધરપકડ કરી છે અને બીજા એજન્ટની તપાસ કરી રહ્યા છે. ઈરાકમાં ફસાયેલાઓને પાછા લાવવા માટે જિલ્લાનું પોલીસ તંત્રના પ્રયત્નો સાથે રાજ્ય સરકારના ગૃહમંત્રી પણ કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રાલયને જાણ કરી છે.
દક્ષિણ ગુજરાતના નવસારી-વલસાડ જિલ્લા તથા સેલવાસના ૬પ વ્યક્તિ નોકરી માટે ઓકટોબર-૨૦૧૩માં ગયા હતા. તેમને ઈરાકની અલરવાબી કંપનીમાં પ૦૦ અમેરિકન ડોલર પગાર આપવાનું નક્કી થયું હતું. તેમને ઈરાકમાં અલ અબ્રાઝ યાકુત
જનરલ લેબર સપ્લાય કંપનીમાં નોકરી રાખ્યા પગાર પણ ૩૦૦ ડોલર જ આપતા હતા.