• Gujarati News
  • ચાલુ ટ્રેનમાં સળિયો છટકી જતાં ૃચ્ ’વિદ્યાર્થીની પટકાઈ

ચાલુ ટ્રેનમાં સળિયો છટકી જતાં ૃચ્/’વિદ્યાર્થીની પટકાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. મકરપુરાના કલ્પનાનગરમાં રહેતી ૧૬ વર્ષીય સંધ્યા નંદલાલ મૌર્ય ભરૂચ ખાતેની કે.જે પોલીટેક્નીકમાં ડિપ્લોમાના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. તેના પિતા મકરપુરાની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. મંગળવારે સાંજે તે કોલેજથી છૂટી પરત ઘરે આવી રહી હતી. દરમ્યાન મકરપુરા રેલવે સ્ટેશન પાસે હાથમાં પકડેલો સળીયો છટકી જતાં તે જોશભેર નીચે પટકાઈ હતી. ચાલુ ટ્રેને પટકાતાં તેને ગંભીર ઈજાઓ થવા પામી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી વિદ્યાર્થીની તરંત સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયઈ હતી. હોસ્પિટલમાં તેની હાલત ઘણી નાજૂક જણાઈ હતી. તબીબી સુત્રોના જણાવ્યા અનુસાર તેની હાલત સુધારા પર હતી. બનાવને પગલે રેલવે પોલીસ તપાસ હાથ ધરી છે.