• Gujarati News
  • આંબલી ખજૂરિયામાં જૂની અદાવતે ગોળીબાર કરી મારી નાખવાનો પ્રયાસ

આંબલી ખજૂરિયામાં જૂની અદાવતે ગોળીબાર કરી મારી નાખવાનો પ્રયાસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ગરબાડા
ગરબાડા તાલુકાના આંબલી ખજુરી ગામે જુના ઝઘડાની તકરાર અદાવત રાખી અમુક લોકો દ્વારા ગાળો બોલી સામાવાળાને ધાકધમકી આપી પોતાના તમંચામાંથી ફાયરીંગ કરી જીવલેણ હુમલો કરતા એક વ્યક્તિને શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી. ઘટના સંદર્ભે ગરબાડા પોલીસે ઇજા પામનાર વ્યક્તિની ફરીયાદના આધારે કાયદેસરની કાર્યવાહી કરી છે.
પોલીસ દ્વારા પ્રા વિગતો અનુસાર, ગરબાડા તાલુકાનાં આંબલી ખજુરીયા ગામના પટેલ ફળીયામાં રહેતા કાશીયા નાના પલાશ તથા ગોપસીંગ કાળીયા ગલાબ મહેજી, તબીયા મહેજી તથા ભાવલા રશુલ તથા કાશીયા પલાશ વચ્ચે ગઇ દિવાળી પરનો ઝગડો તકરાર ચાલતી હતી. તેમજ જે તે સમયે જે તકરારમાં એક વ્યક્તિની હત્યા પણ કરાઇ હતી.
જે બાબતની અદાવત રાખી ગોપસીંગ પલાશ ગલાબ પલાશ, તળીયા પલાશ તથા ભાવલા પલાશ તા. ૧૦મી માર્ચના રાત્રીના આઠ વાગે કાશીયા પલાશને ગાળો બોલી અને કહેવા લાગ્યા કે દિવાળી પર તમે બચી ગયા છો પણ હવે તમને જીવતા છોડવાના નથી. તેમ કહિ‌ ગોપસિંગ કાળીયા પલાશે કાશીયા પલાશને મારી નાખવાનાં ઇરાદે તમંચામાંથી ફાયરીંગ કરીને કાશીયા પલાશને પગની શાથળના ભાગે તથા તથા પીઠાના ભાગે જીવલેણ ઇજાઓ કરીને ભાગી ગયા હતા.