• Gujarati News
  • વૈષ્ણવ સમાજ દ્વારા હોળી ૃચ્ ’રસિયા ફાગોત્સવની ઉજવણી

વૈષ્ણવ સમાજ દ્વારા હોળી ૃચ્/’રસિયા ફાગોત્સવની ઉજવણી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . પાદરા
પૃષ્ટિમાર્ગમાં વસંતોત્સવનું અનેરૂ મહત્ત્વ છે તેને લઇને પાદરામાં પૂ.દ્વારકેશલાલજી મહારાજની ઉપસ્થિતિમાં ભવ્ય ફાગોત્સવ યોજાયો હતો. જેને આબાલ, વૃદ્ધ, મહિ‌લાઓએ મન ભરીને આનંદ માણ્યો હતો અને વૃંદાવનની યાદ આવી હતી.
પાદરામાં વૈષ્ણવ યુવા સંગઠન દ્વારા હોળી રસિયા ફાગોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનનો મનોરથ ચોક્સી મિતેષ કુમાર પોપટલાલ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનો સોમવારની રાત્રે ૯.૩૦ કલાકે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વૈષ્ણાવાચાર્ય પૂ.ગો. દ્વારકેશલાલજી મહારાજે વિશેષ હાજરી આપી હતી. પુષ્ટિ માર્ગી‍ય ઉત્સવ પરંપરામાં વસંતોત્સવનું આગવું મહત્ત્વ છે. વસંત પંચમી મહા સુદ પાંચમની શરૂ થઇ ચાલીસ દિવસ રંગોત્સવ મનાવાય છે.
વ્રજ ભક્તો ૪૦ દિવસ સુધી હોળી ખેલે છે. જેમાં અબીલ, ગુલાલ, ચોખા, ચંદન, કેસર, કેસુડાના રંગોથી વ્રજ ભક્તો ભગવા સાથે હોળી ખેલે છે. પાદરામાં પૂ.દ્વારકેશલાલજી મહારાજે હોળી, વસંતોત્સવનું મહત્ત્વ સમજાવી ભગવાને કરેલી રસમય લીલાઓનું વર્ણન કર્યું હતું. આ પ્રસંગે વ્રજશૈલીના પ્રસિદ્ધ કીર્તનકાર મિતેષભાઇ ગાંધર્વ અને તેમની કર્તિ‌ન મંડળીએ રસિયા ગાનમાં સહુને તરબોળ કર્યાં હતાં બાદમાં મહારાજને સહુએ ફૂલોથી હોળી ઉત્સવમાં ભીંજવી દીધા હતા મહારાજે ફૂલોની સહુ વૈષ્ણવોને હોળી રમાડી હતી ત્યારે વૃંદાવનનું અલૌકિક દૃશ્ય ખડું થઇ ગયું હતું. આ પ્રસંગે સમગ્ર પાદરા અને આજુબાજુના ગામોના તથા વડોદરાના ભક્તો પાદરાના ફાગોત્સવમાં લહાવો લેવા ઉમટી પડયાં હતાં. કાર્યક્રમ મોડી રાત સુધી લોકોએ માણ્યો હતો.