• Gujarati News
  • બારિયામાં રાણા સમાજ ધ્વારા ક્રિકેટ ટુનામેન્ટ

બારિયામાં રાણા સમાજ ધ્વારા ક્રિકેટ ટુનામેન્ટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. દેવગઢ બારિયા
દેવગઢ બારિયામાં રાણા સમાજ ધ્વારા આયોજીત ક્રીકેટ ટુનામેન્ટમાં દાહોદ જીલ્લાના વિવિધ તાલુકા અને શહેરમાં વસતા રાણા સમાજના લોકો અને પંચમહાલ જીલ્લાના વિવિધ શહેરોમાં વસતા રાણા સમાજના યુવાનો દ્વારા પોત પોતાની ટીમો બનાવીને આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટ દેવગઢ બારિયા રાણા સમાજના પ્રમુખ અશોકભાઇ રાણા ((સમ્રાટ)) અને તેનું આયોજન ગણનાથ યુવા સંઘ તેનું સચાલન કરાયું હતું. જેમાં ખુબ મોટી સંખ્યામાં રાણા સમાજના લોકોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં લુણાવાડાની ટીમ વિજેતા થઇ હતી. તેમને દેવગઢ બારિયા નગરપાલિકા પ્રમુખ મહેશભાઇ બાલવાણી, ઉપપ્રમુખ ચાર્મીબેન નિલ સોની તથા અક્ષયભાઇ જૈન, કમલેશ અગ્રવાલ ધ્વારા ઇનામ વિતરણ કર્યુ હતું. આ પ્રસંગે રાણા સમાજના પ્રમુખ અશોકભાઇ રાણાએ આ ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા બદલ સૌ સમાજના લોકોનો પણ આભાર માન્યો હતો.