• Gujarati News
  • હાલોલના સાંઇમંદિરનો આઠમો ૃચ્ ’પાટોત્સવ ભકિતભાવ સાથે ઉજવાયો

હાલોલના સાંઇમંદિરનો આઠમો ૃચ્/’પાટોત્સવ ભકિતભાવ સાથે ઉજવાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ.હાલોલ
હાલોલના સ્ટેશન રોડ સ્થિત સાંઇમંદિરના આઠમો પાટોત્સવ ભકિતભાવ સાથે આનંદ ઉત્સાહથી ઉજવવામાં આવ્યો હતો. દરમિયાન મોટીસંખ્યામાં ભાવિકભકતોએ મહાઆરતી તેમજ શોભાયાત્રામાં જોડાયા હતા.
હાલોલમાં સાંઇમંદિરના આઠમો પાટોત્સવ નિમિતે રાત્રિના સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યુ હતુ. અને તા.૧૦ માર્ચની રાત્રિએ ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મુસ્લિમ ગાયક મહેમુદહસન દ્વારા ભકિત સભર વાતાવરણમાં સાંઇનાથના ભજનોની સંગીતની સથવારે રજુઆત કરવામાં આવી હતી. ત્રિદિવસીય કાર્યક્રમમાં તા.૧૧ માર્ચે સવારે ૭ કલાકે સાંઇ અભિષેક વૈદિકમંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યો હતો. સવારે ૧૦ કલાકે મહાઆરતી બાદ બપોરે ૧:૩૦ કલાકે સબકા માલિક એક નું સૂત્ર જગતભરમાં પ્રશરાવનાર શ્રી સાંઇનાથ બાબાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
જેમાં વાજાબેન્ડ, ઢોલનગારા, ત્રાંસા અબિલ ગુલાલની છોળા સાથે સાંઇબાબાની પુરાકદની છબીને બગીમાં પ્રસ્થાપિત કરી સાંઇ શોભાયાત્રાએ હાલોલના રાજમાર્ગો પર પરિભ્રમણ કરવામાં આવ્યું હતુ. આ વખતે સાંઇનાથના દર્શન માટે હાલોલના રાજમાર્ગો અને અટારીઓ સાંઇભકતોથી
ઉભરાઇ ગઇ હતી. અને સાંજ ભકતો માટે સાંઇ ભંડારાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.