• Gujarati News
  • ભૂજના ઇજનેર અને તેમના પત્નીની ઘાતકી હત્યા

ભૂજના ઇજનેર અને તેમના પત્નીની ઘાતકી હત્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધારી. ભુજ પીજીવીસીએલના ઇજનેર અને તેમના પીની ધારીમાં આજે સવારે તેના દુરના માસીયાઇ ભાઇએ હત્યા કરી નાખી છે. સવારે ઇજનેરને મીરા હોટેલમા સાંકળ વડે ગળાટુંપો દઇ હત્યા કરી હતી. બાદમાં મધુવન સોસાયટીમાં પોતાના ઘરે જઇ હોટેલ માલિકે ઇજનેરની પીની પણ છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી.બાદમાં તે ખુદ પોલીસ મથકે હાજર થયો હતો. નાણાની લેતીદેતીનો મુદ્દો આજે ધારીમાં વિપ્ર દંપતિ માટે મોતનો સંદેશો લઇને આવ્યો હતો. મુળ ઢાંકના વતની અને હાલ ભુજમા પીજીવીસીએલમાં ઇજનેર અશોકભાઇ મનસુખભાઇ મહેતા ((ઉ.વ.પ૦)) તથા તેમના પી હર્ષાબેન ((ઉ.વ.૪૯))ની આજે તેમના જ દુરના માસીયાઇ ભાઇ મહેશ મોહન દવેએ હત્યા કરી નાખી હતી.