• Gujarati News
  • દૂધ મંડળીઓના પ્રતિનિધિ સહકાર મંત્રીને મળ્યા

દૂધ મંડળીઓના પ્રતિનિધિ સહકાર મંત્રીને મળ્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . ગાંધીનગર
મહેસાણા દૂધ ઉત્પાદક સંઘની સભ્ય દૂધ મંડળીઓનું એક પ્રતિનિધિમંડળ રાજ્યના સહકાર મંત્રી બાબુ બોખીરિયાને મળી મહેસાણા ડેરીમાં હજુ પણ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાની અને સરકાર દ્વારા આ મામલે વધુ સઘન તપાસ કરાય તેવી રજૂઆત કરી છે.
મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખેલું આવેદનપત્ર સહકારમંત્રીને સુપરત કરનારા પ્રતિનિધિમંડળના સભ્ય અને બાલવા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની કારોબારીના સભ્ય બળદેવ ચૌધરીએ કહ્યું હતું કે, તાજેતરમાં જ રૂ. ૨૨ કરોડના સાગરદાણનું જે કૌભાંડ બહાર આવ્યું તે પછી પણ હજુ ડેરીમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેના તરફ સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું છે અને આ કેસમાં સહકાર વિભાગ દ્વારા થયેલી ફરિયાદમાં પણ તપાસ ઢીલી પડી હોવાની રજૂઆત કરવામાં આવી છે.