• Gujarati News
  • આચાર વિચારની દૃષ્ટિએ નેતાઓને ચકાસોસાક્ષી ભાવ’ આ માણસને સમજવો અઘરો છે! પણ સમજ્યા વિના ચાલી શકે તે

આચાર-વિચારની દૃષ્ટિએ નેતાઓને ચકાસોસાક્ષી ભાવ’ આ માણસને સમજવો અઘરો છે! પણ સમજ્યા વિના ચાલી શકે તેમ નથી એવું ઘણાને લાગતું હશે!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જકીય નેતાઓના અંગત-સંગતને જાણવાની લોકોને ઈચ્છા હોય છે એટલે મીડિયા તેવી ચટપટી ખબરો આપતું રહે છે. તેઓ કેવાં કપડાં પહેરે છે, તેમનાં બૂટ-ચંપલ કઈ બ્રાન્ડનાં છે, તેમની ખાણીપીણીનો શોખ કેવોક છે... આ બધું અખબારોમાં આવતું રહે છે; પણ તેની સાથે જ ખાસ કરીને તંદુરસ્ત સંસદીય લોકશાહીમાં એ પણ જરૂરી છે કે આ નેતાઓનું વિચારજગત કેવું છે, માહિ‌તી અને જ્ઞાનના આધારે તેઓ દેશ, રાજ્ય કે પોતાના મતવિસ્તારનો કેવો નકશો તૈયાર કરવા ઈચ્છે છે? વિલિયમ એફ ઈતિહાસના અધ્યાપક છે, તેમણે બ્રિટન-અમેરિકન રાજકીય નેતાઓનો અભ્યાસ કરીને એક રસપ્રદ પુસ્તક આપ્યું છે : પ્રાઈવેટ લાઈવ્સ, પબ્લિક કનસિક્વન્સીઝ.’ રૂઝવેલ્ટથી માર્ટિ‌ન લ્યૂથર કિંગ અને જહોન કેનેડીથી બિલ ક્લિન્ટન, લિન્ડન જહોન્સન, રિચા‌ર્ડ‌ નિકસન, રોનાલ્ડ રિગન અને બીજા ઘણાને તેમાં આવરી લીધા છે.
૨૦૧૪ના ભારતીય રાજનેતાઓ આગામી ચૂંટણીમાં મરણિયા થઈને તલવાર વીંઝવાની ભૂમિકાએ છે. પંદરમી લોકસભામાં જે ૩૮ રાજકીય પક્ષોના ૧થી ૨૬૨ સાંસદો બેસતા હતા તેઓ નવેસરથી તોડજોડ કરી રહ્યા છે. યુપીએ, એનડીએ, થ‌ર્ડ‌ ફ્રન્ટ અને ફેડરલ ફ્રન્ટ એવી ચાર છાવણી તો હશે જ, પણ તેમાંથી માત્ર બે- યુપીએ અથવા એનડેએ-ને સત્તાનાં સૂત્રો સંભાળવાની તક મળશે, બીજા તેમની સાથે અથવા સામે રહેશે. આ પક્ષોના નેતાઓ છે રાહુલ ગાંધી, મુલાયમસિંહ યાદવ, લાલુપ્રસાદ યાદવ, શરદ પવાર, જયલલિતા, માયાવતી, મમતા બેનરજી, કરુણાનિધિ... યાદીમાં બીજા પણ ઉમેરી શકાય, તેમનું લક્ષ્ય ભારતના કેવા માનચિત્ર ((નકશા)) માટે સક્રિય છે? યોગાનુયોગ જે દિવસે આપ’ના અરવિન્દ કેજરીવાલ ગુજરાતના વિકાસને તરાશવા આવ્યા હતા તે જ દિવસે, રાજ્યના મુખ્યપ્રધાનના એક પુસ્તકનું લોકાર્પણ શ્રીશ્રી રવિશંકરજી અમદાવાદમાં કરી રહ્યા હતા.
જે શ્રોતાઓ પુસ્તક લોકાર્પણમાં આવ્યા તેમને, ભાજપના વડાપ્રધાનના ઉમેદવાર નરેન્દ્ર મોદીને બદલે એક બીજા જ મોદીને જાણવા-માણવા મળ્યા! વર્તમાન નેતાઓને તેમના આચાર-વિચારની કસોટી પર તરાશવાથી લોકશાહીમાં પસંદગીને વધુ તંદુરસ્ત બનાવી શકાય એમ પેલા બ્રિટિશ ઈતિહાસકારે તેના પુસ્તકમાં જણાવ્યું તે વાત અનાયાસ રીતે આ પ્રસંગે યાદ આવી ગઈ. સમકાલીન રાજનેતાઓનું મૂલ્યાંકન કરી શકાય નહીં, તેના અહેવાલો જરૂર લખી શકાય. આ નેતાઓ-સો-દોઢસો વર્ષ પછી ઈતિહાસ બની જાય ત્યારે જ તેનું યથાતથ મૂલ્યાંકન થઈ શકે એવો ઈતિહાસકારોનો ઘણો જૂનો અભિપ્રાય છે. મોદીના આ પુસ્તક સાક્ષીભાવ’થી તો નક્કી થઈ ગયું કે આ માણસને સમજવો અઘરો છે! પણ સમજ્યા વિના ચાલી શકે તેમ નથી એવું ઘણાને લાગતું હશે!
સાક્ષીભાવ’ તેમના અંગત-સંગત મંથનની છબિ છે, પૂરેપૂરી નહીં કેમ કે ૧૯૮પ-૮૬માં જ્યારે આ ડાયરીના કેટલાંક પાનાં તેમના સાથી પ્રચારક નરેન્દ્રભાઈ પંચાસરાને હાથ લાગ્યા ત્યારે તે પહેલાંની ઘણી નોંધ તો અિગ્નમાં સ્વાહા થઈ ચૂકી હતી. પોતે જ તેમ કર્યું હતું’ એવું નરેન્દ્રભાઈએ પણ જણાવ્યું. પંચાસરાનો આગ્રહ ન હોત તો આ પુસ્તક છપાયું ન હોત. ૧૯૬૭થી ૧૯૮પના અઢાર વર્ષ દરમિયાનના નરેન્દ્ર મોદીની કાર્યશૈલી અને જીવન કેવાં હતાં? મોદી-જીવની લખનારાઓએ તેમાંથી થોડુંક જરૂર તારવ્યું હશે પણ બીજું ઘણું બધું બાકી રહી ગયું છે તેમાંનો એક અંશ એટલે વડનગરથી અમદાવાદ આવી પહોંચેલા, ડો. હેડગેવાર ભવન, કાંકરિયાથી ખાડિયામાં ગોલવાડ જનસંઘ-કાર્યાલય સુધીની તેમની સફર દરમિયાનનું આ ચિંતન- સાક્ષીભાવ!’ એ વર્ષોમાં મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક હતા. નવનિર્માણ આંદોલનનું નિરીક્ષણ અને પછીનો જનતા મોરચો અને ત્યાર બાદના કટોકટી- વિરોધી ભૂગર્ભ સંઘર્ષમાં સક્રિય હતા. આ દરમિયાન તેમણે લેખનકાર્ય ચાલુ રાખ્યું. ઈનોવેટિવ માઈંડ’ની ખાસિયત હતી એટલે સંઘ-કાર્યક્રમોથી માંડીને બીજાં કાર્યોમાં તેમનું આયોજન દેખાતું. ખાસ કરીને આંદોલન અને પ્રચારના ક્ષેત્રે તેમનું દિમાગ વધુ ચાલતું. ગુજરાતમાં પ્રતિબંધ સમયની નાગરિક સ્વાતંત્ર્ય પરિષદ, ધારાશાસ્ત્રી સંમેલન, સત્યાગ્રહ ભૂગર્ભપત્રો વગેરેમાં તેમનાં પ્રદાને સંઘર્ષને વેગ આપ્યો હતો.
એ સમય દરમિયાન મોદીએ આવાં આંતરમંથનનો દોર પણ જાળવ્યો હશે? આ સવાલની ઉત્સુકતા સાક્ષીભાવ’માંથી અણસાર પૂરો પાડી શકે છે. મા જગદંબાના સમર્પિ‌ત બાળક’ તરીકેની મનોભાવના તેમાં છલકાય છે અને વ્યવહારજગતમાં જે કંઈ જવાબદારી વહન કરવાની હોય તેમાં તેમનો સીધો સંવાદ માતા સાથેનો છે. આમાં સેક્યુલરિસ્ટો’ને ટીકાનું ભાથું જરૂર મળી રહેશે. પણ એ વર્ષોના ઘણા મિત્રો-સાથીઓને સાક્ષીભાવ’થી સ્મૃતિ તાજી થઈ હશે. એ સમયે મોદીની નજીકના રાજકીય સાથીઓમાં કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા અને અન્ય પણ હતા! સાક્ષીભાવ’ વાંચીને તેમના પ્રતિભાવ શું હોઈ શકે? એવો એક વિચાર આવી ગયો! તેમના પૂર્વ સહયોગીની આ બાજુ જાણવી તેમને માટે ય રસપ્રદ થઈ શકે કે નહીં?