• Gujarati News
  • સ્ત્રીના મનને પારખવું ઘણું અઘરું છેદૃઢતા એવું લાગે કે સ્ત્રી પલળી છે, ઢીલી થઈ છે, ત્યારે તે ખરેખર

સ્ત્રીના મનને પારખવું ઘણું અઘરું છેદૃઢતા એવું લાગે કે સ્ત્રી પલળી છે, ઢીલી થઈ છે, ત્યારે તે ખરેખર મનની પાકી, દૃઢ અને પલળે નહીં એવી બની હોય છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હ મેરા પ્રેમપત્ર હૈ તું મને કદી પૂછીશ તો નહીં કે હું તને શું કામ ચાહુ છું? ઉપરાંત તું કહે છે કે હું બીજાને વંચાવી શકું તેવો પ્રેમ પત્ર ન હોવો જોઈએ. હા... હા... હું કદી બનાવટી પ્રેમપત્ર લખતો નથી. જે લખું છું તે હૃદયમાંથી જ નીકળે છે. તને યાદ કરીને લખું કે ન લખું જ્યારથી તારી નિર્મળ આંખો જોઈ ત્યારથી હું તેના પ્લેટોનિક લવમાં છું. પ્લેટોનિક એટલે વાસનારહિ‌ત પ્રેમ! પણ એમ કરવાથી જ પ્રેમપત્ર કઠિન બને છે. હૃદયમાંથી ઉદ્ગાર કાઢીને લખવું અને વળી વાહ વાહ કરાવવું? આવું બને? હા બને. મેં હૃદયથી મહેનત કરી છે અને અમૂલો પ્રેમપત્ર લખવા જગતના વિદ્વાનો જે અમૂલ્ય સૂત્ર રત્નો અને ગ્રંથોમાં મૂકી ગયા છે તેની પણ મદદ લેવી પડે છે. તો ચાલ જલદી તને ખુશ કરીને પ્રેમ કરું.’ ((બધું ઈનવર્ટીગ-કોમામાં)).
ડાર્લિંગ! હું તને મળ્યો ત્યારે લાગ્યું કે હું બહુ મોડો મોડો મળ્યો. નહીંતર હું તને જગતના ૮૦ દેશોમાં જ્યાં ફ્ર્યો અને વિવિધ સૃષ્ટિ અને અત્યંત કુદરતી અને સ્ત્રી ધનની સુંદરતા જોઈ તે તને બતાવતો. તને રૂડા રૂપાળા યુવકો જોવાની છૂટ આપતો. અને ખરેખર તું તારા પ્રેમીને લઈને એક વખત આસામ અને મલેશિયાની પિનાગ-હીલ્સ જોઈને નાચી ઊઠતી. કોલકાતાથી ટ્રેનમાં બેસીએ ત્યારથી મજા પડે છે. થોડીવારમાં ચારેકોર હરિયાળીથી ભરેલા પહાડો અને પથ્થરની અને લીણોતરીનાં સૌંદર્ય વચ્ચે એ કામરૂ દેશની શ્યામ સુંદરીઓ ચાની પત્તી વીણતીનું જોતી અને ખરેખર તું સ્ત્રી છો છતાં બીજી સ્ત્રીનાં વખાણ કરીને કહેતી કે ઓય ભગવાન તું કેટલો ઉદાર છો? કેટલું સૌંદર્ય આ પ્રદેશ ઉપર ઢોળી દીધું છે કે અમારી સારુ બહુ થોડુંક ચપટી બચ્યું છે-રહ્યું છે.’
અરે ખરેખર તું એક દિવસ તારા જીવનસંગાથી કે પુત્રરત્નને તારી સાથે આસામમાં ટ્રેનમાં જઈ આવ કારણ ટ્રેન એટલી ધીમી ચાલે છે કે ટ્રેનમાંથી ઊતરીને ચાલતી ટ્રેને પાછા ચઢીને પાછા ઊતરીને ટ્રેન સાથે દોડવાની મજા આવે છે. પણ હવે જલદીથી એક વાત કરી લેવા દે કે આ પ્રેમપત્ર લખ્યો તે મૂલ્યવાન છે. તારે માટે જ છે. શું જલદીથી કહીં દેવુ છે? એમ તું પૂછીશ. બસ’ તું એટલે અધીરી સંપૂર્ણ સ્ત્રી માથાથી પાની સુધી માત્ર નારી. મેં તારે માટે જગતના દસ વિદ્વાનોનાં સ્ર્ાી વિશેનાં કંચનમય કથનો જાણે તારા માટે જ લખાયા તેમ લાગે છે. તેમ વીણ્યાં છે. થોડાક હૃદયના ચીપિયાથી ઊંચકયા હોય તેવા લખું છું.’ ((૧)) હેની આડમ્સે બરાબર ૧૦૦ વર્ષ પહેલાં સ્ત્રી માટે જનરલ લાગતી વાત વ્યક્ત કરેલી. સ્ત્રીઓને ખરેખર કુદરતી રીતે જ ખૂબ જ પોઝિટિવ સેન્સ ઓફ મોરલ હોય છે. તે વફાદારી, નૈતિકતા અને જીવનને કેમ સીધું ચલાવવું તેની સેન્સ બરાબર રાખે છે.
((૨)) સ્ત્રી જે રિજેક્ટ કરે છે તે ખોટું જ અને ખરાબ જ હોય છે. તેમ હું માનું છું અને તું જોજે સ્ત્રીએ જે રિજેકટ ક્ર્યું હોય તેવું જ જગતમાં રિજેક્ટ થાય છે. સ્ત્રીનું મોરલ-જનરલી’ સ્વીકારાય છે. ((૩)) સ્ત્રી એટલે કે તું ઈચ્છે છે કે શું કામ? શું કારણે મને ચાહો છો?’-હું બહુ બહુ રૂપાળી નથી છતાં કેમ ચાહો છો? હું કાંઈ એવા સૌંદર્યના નખરામાં બહુ ઉછરી નથી કે કેળવાઈ નથી. ((નોટ વેલ બ્રેડ)) કે ગ્રેસફુલ નથી અને કાંઈ મહાન બુદ્ધિમંત નથી. હું જે છું તે છું અને છતાં તું ચાહે છે.’ ((૪)) એરીસ્ટોફેને જવાબમાં કહેલુેં કે, સ્ત્રી ભલે ગમે તેવી હોય પણ તમારા હૈયે બેસી ગયા પછી તેના વગર ચાલે નહીં! ખરું કે નહીં? આવજે! આવજે કહી શકાતું નથી.((પ)) સ્ત્રી સાથે એટલે કે તારી સાથે દલીલ કરવામાં ((જોકે હું દલીલ કરતો જ નથી)) મન કે બુદ્ધિ વાપરી શકાય નહીં. માત્ર હૃદય જ વાપરવું પડે! ((૬)) ૧૯૦૦ની સાલમાં મેથ્યુ આરનોલ્ડ નામના કવિ પ્રેમીએ કુરબાન થઈને કહેલું અરે વહાલી સ્ત્રી તું પણ સામે કુરબાન થઈ જા તો કેવી મજા પડે? કવિ આરનોલ્ડની કાવ્યપંક્તિ અંગ્રેજીમાં થોડીક કઠિન છે પણ પ્રેમ અને લાગણીથી લથબથ છે. ભલે હમણા તું દૂર હો, ધરતીના તળિયે હો પણ એ અગણિત અંતરને મારા હૃદયના ત્વરિત ધબકારા એક પલકમાં કાપી નાખે છે અને એમ નહીં તો તારા હૈયાની બખોલમાંથી વહેતો વહેતો પવન મારા હૈયાને તરબોળ કરી દે છે... પણ ઘણી વખત એ પવનના સૂસવાટા અને પીડાભર્યા પ્રેમની વાછટો મારે છે!’
((૭)) તું એમ માને છે કે હાઈકો‌ર્ટના ન્યાયાધિશો કોરા હૃદયના હોય છે? ના... ના ન્યાયાધીશો પણ બહુ પહોંચેલ’ હોય છે. મુંબઈમાં ૨૮મી ફેબ્રુઆરી, ૨૦૧૪ના હાઈકો‌ર્ટમાં એક ટયૂશનક્લાસ ચલાવતાં ટયૂટર ઉપર કેસ આવ્યો. તેમાં વિદ્યાર્થિ‌નીએ ફરિયાદ કરેલી કે મારા ટયૂટર મને વારંવાર ટચ ક્ર્યા કરે છે! ત્યારે ટયૂટરે કહ્યું કે એ સ્પર્શ તો માત્ર તેને ટયૂશનમાં સાંત્વના આપવાનો હોય છે. ત્યારે તુરંત ન્યાયાધીશે કહ્યું અરે મિસ્ટર ઉલ્લુ ન બનાવો. હરેક સ્ત્રી અને માત્ર યુવાન છોકરીઓ જ તમારા સ્પર્શનો મતલબ’ સમજી શકે છે. ((ઓન્લી ધ ગર્લ કેન ડીસાઈડ નેચર ઓફ યોર ટચ...)) બહુ જ સેંકડો વર્ષ પહેલાં કવિ જ્હોન ફલેચરે કહેલું કે, આ જગતમાં પુરુષ ગમે તેવો વાસનાવાળો હોય કે અટકચાળું કરનારો હોય તેને સુધારી દેનાર સ્ત્રી અને માત્ર સ્ત્રી હોય છે. સમજયા?
((૮)) અને મિસ્ટર તમારા મિત્રોને જરા વારજો. તે મને તમારી મિત્ર માનીને ચાલુ’ માનીને કંઈ કહે નહીં. યાદ રાખો ઉતાવળ કરીને તે સ્ત્રીના બાહુમાં લપેટાવા જાય નહીંતર બાહુને અંતે એક જબ્બર હથેળી હોય છે ((થપ્પડ પડશે)).
((૯)) વોલ્તેયર નામના ફિલસૂફે તેના એક ફ્રેંચ મિત્રને પત્રમાં સલાહ આપી તે અંગ્રેજીમાં જ લખું છું તેના ઉપર તું ય વિચાર કરજે. વીમેન આર નેવર સ્ટ્રોંગર ધેન વ્હેન ધે આર વીકર’. આપણને લાગે કે સ્ત્રી હવે પલળી છે. ઢીલી થઈ છે. ત્યારે માનજો કે તે ખરેખર મનની પાકી, દૃઢ અને પલળે નહીં એવી થઈ છે. ((૧૦)) કવિ બાયરને મહાન નાટક અને પછી ફિલ્મ ડોનજોન’માં ((૧૮૨૪માં)) કહેલું કે,હે ભગવાન! તેં સ્ત્રીને કેવી ઘડી છે! સ્ત્રી એક તો હૈયે વસી જાય તેવી લવલી હોય છે અને સાથે સાથે ફીયરફુલ-અંદરથી ડર પેસી જાય તેવી હોય છે. બીજી વાત નોંધી લેવા જેવી છે. સ્ત્રી જ્યારે તમને વધુ પડતાં કુરબાન કે લલ્લુ’ જોઈ લે ત્યારે તે જે કહે તે શબ્દો મજનુઓ-લેખકોએ માત્ર વહેતાં પાણી ઉપર લખવા કે પવન ઉપર જ લખવા!’