• Gujarati News
  • કાશ્મીર ખીણમાં નવેસરથી બરફવર્ષા

કાશ્મીર ખીણમાં નવેસરથી બરફવર્ષા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીટીઆઇ. શ્રીનગર
શ્રીનગર સહિ‌તની કાશ્મીર ખીણમાં નવેસરથી બરફવર્ષા થતાં સત્તાવાળાઓને શાળાઓને બે દિવસ બંધ રાખવાના આદેશ કરવા ફરજ પડી હતી. ખીણવાસીઓ સવારે ઊઠયા ત્યારે બરફની ચાદર છવાઇ ગઇ હતી. શ્રીનગર શહેરમાં ત્રણ ઇંચ બરફના થર જામ્યા હતા. ગુલમર્ગમાં તો દોઢ ફૂટ બરફના થર જામ્યા હતા. પહલગામમાં પણ એક ફૂટ બરફના થર જામ્યા હતા. બરફવર્ષા થતાં પહેલાં ખીણ વિસ્તારમાં સાંજે ભારે વરસાદ થયો હતો. શ્રીનગરમાં જ ૪૬. ૩ મિમી વરસાદ પડયો હતો. તાપમાનનો પારો નીચે જતાં સત્તાવાળાઓએ આઠમા ધોરણ સુધીની શાળાઓને બે દિવસ બંધ રાખવા ફરમાવ્યું હતું.

ત્રણ મહિ‌નાની શિયાળુ રજાઓ પછી ખીણ પ્રદેશમાં ત્રીજી માર્ચે જ શાળાઓ ખૂલી હતી.