• Gujarati News
  • જિલ્લા તાલુકાના સ્વાગત કાર્યક્રમ મોકૂફ રખાયા

જિલ્લા-તાલુકાના સ્વાગત કાર્યક્રમ મોકૂફ રખાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ . ખેડા જિલ્લામાં યોજાનાર જિલ્લા, તાલુકા અને ગ્રામ્યકક્ષાએ યોજાનાર સ્વાગત કાર્યક્રમનું લોકસભાની ચૂંટણીઓ જાહેરાત કરતાં આદર્શ આચાર સંહિ‌તા’ તા. પમી માર્ચ ૨૦૧૪ થી અમલમાં આવતા, તેમજ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી આચારસંહિ‌તા અમલમાં રહેવાના કારણે ખેડા જિલ્લામાં યોજાનાર જિલ્લા સ્વાગત / તાલુકા સ્વાગત અને ગ્રામ સ્વાગત કાર્યક્રમ ચૂંટણી આચારસંહિ‌તાના’ કારણે મોકૂફ રાખવામાં આવ્યા છે. તેમ જિલ્લા કલેક્ટર દ્વારા જણાવાયું છે.