• Gujarati News
  • આત્મવિલોપન કરવાની કોશિશ કરતાં રાવ

આત્મવિલોપન કરવાની કોશિશ કરતાં રાવ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ . નડિયાદ સંતરામ મંદિર પાછળ બાજખેડાવાળની વાડીમાં ચોકીદાર તરીકે ટ્રસ્ટી દ્વારા ભાઈલાલભાઈ ઉર્ફે નાનજી કરણસિંહ ઠાકોરને નોકરી આપવામાં આવી હતી. આ ચોકીદારને રહેવા માટે વાડીની એક રૂમ ફાળવવામાં આવી હતી. દરમિયાન વાડીમાં રીનોવેશન કરવાનું હોય, ભાઈલાલને રૂમ ખાલી કરવા માટે જણાવ્યુ હતું. પંચના ટ્રસ્ટીઓ ભાઈલાલને રૂમ ખાલી કરાવવા બાબતે જણાવતાં ભાઈલાલે પોતાની જાતે શરીર ઉપર કેરોસીન છાંટીને આત્મહત્યા કરવાની કોશીષ કરી હતી. આ અંગે પોલીસ મથકે ભાઇલાલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.