• Gujarati News
  • હેતમપુરા નજીક ડભોઇના ૃચ્ ’ધારાસભ્યની કારને અકસ્માત

હેતમપુરા નજીક ડભોઇના ૃચ્/’ધારાસભ્યની કારને અકસ્માત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.ડભોઇ
ડભોઇ - વડોદરા રાજય ધોરી માર્ગ ઉપર આજરોજ સોમવારે સવારના ડભોઇના ધારાસભ્યની ઇનોવા કાર એસ.ટી.બસના પાછળના ભાગે હેુતમપુરા નજીક ઘુસી જતા ઇનોવાને ભારે નુકસાન થયુ હતુ પરંતુ સવાર ધારાસભ્ય અને ચાલકનો આબાદ બચાવ થયો હતો.
ડભોઇના ધારાસભ્ય બાલકૃષ્ણભાઇ નારણભાઇ પટેલ આજ રોજ સવારના તેમના વડોદરા ખાતે આવેલા નિવાસ સ્થાનેથી નિકળી ડભોઇ ખાતે પોતાની ઇનોવાકાર નંબર જી.જે. ૬ ઇ.ડી. ૨૨૪૪ લઇને આવતા હતા. તેમની કાર કપુરાઇ ચોકડી પસાર કરી રતનપુરની આગળ નિકળી હેતમપુરા ગામ નજીક આવી પહોંચી હતી. દરમિયાન આગળ ચાલતી એક એસ.ટી. બસના ચાલકે પુરપાટ ઝડપે ચલાવી આગળ ધપતા અચાનક કોઇ કારણોસર બ્રેક મારી થોભાવી દીધી હતી. તો ત્યાં પાછળ આવતી ધારાસભ્યની ઇનોવાકારના ચાલકે પણ પુરપાટ ઝડપે દોડી આવતો હોય તે બ્રેક મારી થોભાવે તે પહેલા જ બસની પાછળ ઘુસી જતા કારની આગળનો ભાગને ભારે નુકસાન થયુ હતુ. જો કે ચાલક અને ધારાસભ્યનો આબાદ બચાવ થયો હતો.