• Gujarati News
  • શિનોરમાં ગેરકાયદે ધમધમતાં ગોળનાં કોલાંખતરો શેરડીની સીઝન શરૂ થતાં જ કોલાં શરૂ થઇ જતાં જાહેરમાર્

શિનોરમાં ગેરકાયદે ધમધમતાં ગોળનાં કોલાંખતરો શેરડીની સીઝન શરૂ થતાં જ કોલાં શરૂ થઇ જતાં જાહેરમાર્ગ પર પ્રદૂષણ : ધુમાડા અને કચરાના કારણે જીવાતનો ઉપદ્રવ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. શિનોર
શિનોર તાલુકામાં ગેરકાયેદ ધમધમતાં શેરડીનાં કોલા સામે સરકારી તંત્ર આંખ આડા કાન કરવામાં આવી રહ્યાં છે. તાલુકામાં ત્રણ જેટલા શેરડીના કોલાના કારણે જાહેરમાર્ગ પર ધુમાડાનું પ્રદુષણ થવાની સાથે આસપાસના ખેતરોમાં ખેતીનાં પાકને નુકસાન થતું હોવાની ખેડૂત આલમમાં ફરિયાદો ઉઠી છે. ઉલ્લેખનિય છે કે, આ કોલા બંધ થયા બાદ ચોમાસામાં પણ જીવાતોનુ ઉપદ્રવ થાય છે. રોકડી કરવાના આશયથી ચલાવવામાં આવતાં આ ગોળના ઉત્પાદનની પણ કોઇ કાયદેસરતાં ન હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
શિનોર તાલુકામાં શેરડીની સીઝનમાં ગોળના કોલાઓ ચાલતા હોય છે. આ કોલાઓ ચોવીસે કલાક ધમધમતાં હોવાથી ધુમાડાના કારણે વાતાવરણ પ્રદુષિત થાય છે. એટલું જ નહીં આ પ્રદુષણના કારણે આસપાસના ખેતરોમાં ઉભા મોલને પણ નુકસાન થતુ હોય છે. પરંતુ આ કોલાઓની કાયેદેસરતા કેટલી ? આ કોલાઓ સરકારી લાયસન્સ ધરાવે છે ? આ કોલાઓ ચલાવવા માટે ખાંડ નિયામકની મંજુરી છે ? ખેતી આ કોલાઓ માટે સ્થાનીક સહકારી સુગર ફેકટરીનું નોઓબ્જેકશન સર્ટી છે ખરૂ ? તેવા અનેક સવાલો વચ્ચે પણ આ કોલાઓ જાહેરમાં ધમધમતાં લોકોમાં પણ આશ્ચર્ય ફેલાયું છે. એટલું જ નહીં આટલા સવાલો છતાં જવાબદાર તંત્ર દ્વારા કાર્યવાહી પણ કરવામાં
આવતી નથી.
આ કોલાઓની રૂબરૂ મુલાકત લેતાં સેગવા આનંદી રોડ પર કોલુ ધરાવતા તેના માલિકે જણાવેલ છે શેરડીના કોલા માટે કોઇપણ જાતનું લાયસન્સ લેવાનું નથી. જયારે તેમની પાસે પરપ્રાંતીય મજુરો કામ કરતાં હોવા અંગે પણ શિનોર પોલીસમાં કોઇ નોંધણી કરાવ્યાનું જાણાતું નથી. તેમજ ખાદ્ય ચીજ વસ્તુના ઉત્પાદન માટે રાજ્ય સરકારના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કોઇપણ પ્રકારનું પ્રમાણપત્ર પણ નથી.
જયારે સૌથી આશ્ચર્ય જનક વાત એ છે કે, કોલામાં ઉત્પાદન કરવામાં આવેલા ગોળના કલ્લા પર ગોળની બનાવટ માટે જરૂરી લેબલ, તથા ગોળનાં જથ્થાનું વજન અને ઉત્પાદન તારીખની પણ કોઇ પણ પ્રકારની માહિ‌તીનું લેબલ ન હોવાનું જણાઇ આવ્યું હતું. ત્યારે ગેરકાયદે ચાલતી પ્રવૃતિ અંગે જવાબદાર તંત્ર દ્વારા કાર્યવાહી કરાય તે જરૂરી છે એકમો સામે સરકારી તંત્ર જાગૃત થઇ પગલાં ભરશે ખરૂ ?