• Gujarati News
  • સંજેલીમાં એટીએમ વારંવાર ખોટકાઇ જતાં લોકો ત્રાહિ‌મામ્

સંજેલીમાં એટીએમ વારંવાર ખોટકાઇ જતાં લોકો ત્રાહિ‌મામ્

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સુખસર
સંજેલી નગરમાં બેન્ક ઓફ બરોડા શાખા દ્વારા ૧પ દિવસ અગાઉ જ એટીએમ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે પરંતુ ચાલુ થયું ત્યારથી વ્યવસ્થિત ચાલતું જ ન હોવાથી લોકો ત્રાહિ‌મામ પોકારી ઉઠયા છે. કા‌ર્ડ‌ નાખવા છતાં નાણા જ ન આવતાં હોવાનું જણાયુ હતું
સંજેલી તાલુકો થોડા સમય અગાઉ જ નવિન બનાવવામાં આવેલ છે. આ મુખ્ય મથક ખાતે બેન્ક ઓફ બરોડાની શાખામાં લેવડ દેવડમાં ભીડ થતી હોવાથી બેન્ક દ્વારા ૧પ દિવસ અગાઉ જ નવું એટીએમ સેન્ટર ચાલુ કરાતા લોકોમાં આનંદ છવાયો હતો પરંતુ નવું નખાયુ ત્યારથી આ જ સુધીમાં આ મશીન વારંવાર ખોટકાઇ જાય છે. જેથી લોકો ત્રાહિ‌મામ પોકારી ઉઠયા છે. રજુઆત કરવા છતાં પણ ધ્યાન આપવામાં આવતું નથી.
શનિવારના રોજ ધારાસભ્ય રમેશભાઇ કટારાને નાણાની જરૂરીયાત પડતા એટીએમ સેન્ટરમાં ગયા હતા જ્યાં કા‌ર્ડ‌ એટીએમમાં નાખી નાણાની રકમ અને પાસવ‌ર્ડ‌ આપવા છતાં નાણા નીકળ્યા ન હતા. જેથી નાણા લીધા વગર પરત ફરવું પડયું હતું. આસપાસના ગામોના લોકોને પણ સમયસર નાણા ન મળતા ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.