• Gujarati News
  • લાંછનપુરા મહી નદીમાં દશરથનો યુવાન ડૂબી જતાં લાપતા બન્યો

લાંછનપુરા મહી નદીમાં દશરથનો યુવાન ડૂબી જતાં લાપતા બન્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સાવલી
સાવલી તાલુકાના લાંછનપુરા ગામે આવેલી મહિ‌સાગર નદીમાં પોતાના મિત્રો સાથે આવેલ ૨૧ વર્ષિ‌ય યુવક નદીના પાણીમાં તણાઇ જતાં મૃત્યુ પામતાં સાવલી પોલીસે મરનાર યુવકનાં લાશની શોધખોળ આદરી છે.
સાવલીના લાછનપુરા ગામે પસાર થતી મહિ‌સાગર નદીમાં છાણી ગામે આવેલા પેટ્રોલપંપ પર કામ કરતાં પાંચથી છ યુવાનો નોકરી પરથી છુટીને નહાવા પડેલા નિર્મળ અને સ્વચ્છ પાણીમાં ધીંગામસ્તી કરતાં હતાં. દરમિયાન મહિ‌સાગર નદીનો કુખ્યાત ધરો હાથિયાધરા બાજુ જતાં યુવક ડુબી ગયો હતો. પોતાનો મિત્ર ન દેખાતાં અન્ય સાથી મિત્રોએ શોધખોળ કરતાં મરનારનો મૃતદેહ ગ્રામજનોની મદદથી શોધખોળ કરતાં પતો લાગ્યો ન હતો. રાત્રિ થઇ જતાં સાવલી પોલીસને જાણ કરતાં પોલીસે સ્થાનિક તરવૈયાઓ અને ફાયરબ્રિગેડની મદદ લઇ મરનાર યુવકનાં શબની શોધખોળ આદરી છે. સાવલી પોલીસે ચેતનકુમાર પઢિયારની જાહેરાતનાં પગલે મરનાર કિરણસિંહ ગુણવંતસિંહ પરમાર રહે. દશરથ તા.જી. વડોદરા હોવાનું જણાયું છે. મરનાર કિરણ અન્ય મિત્રો મહેશ, જયેશ પરમાર, પ્રવીણ સોલંકી, ચેતનકુમાર સાંજના લાંછનપુરા ખાતે આવ્યા હતાં અને સાંજના મરનાર યુવક ડુબી ગયો હતો.