તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • કોલ્હાપુરમાં ટોલ વસૂલી અટકાવવા માટે હાઈ કો‌ર્ટ દ્વારા આદેશ અપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોલ્હાપુરમાં ટોલ વસૂલી અટકાવવા માટે હાઈ કો‌ર્ટ દ્વારા આદેશ અપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. મુંબઈ
કોલ્હાપુરમાં ટોલ વસૂલી તાત્કાલિક અટકાવવા માટે મુંબઈ હાઈ કો‌ર્ટે આજે આદેશ આપ્યો હતો. ટોલ વસૂલી કરનારી આઈઆરબી કંપનીના દાવા ખોટા હોવાની નોંધ પણ આ સાથે કો‌ર્ટે કરી છે. હાઈ કો‌ર્ટના આ નિર્ણયને લીધે છેલ્લા કેટલાય સમયથી લડત આપી રહેલા કોલ્હાપુરના રહેવાસીઓને રાહત મળી છે. કો‌ર્ટના આ નિર્ણય પછી કોલ્હાપુર શહેરમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી. આઈઆરબી કંપની પાસે રસ્તાઓનું ૯પ ટકા કામ પૂર્ણ થયાનું પ્રમાણપત્ર નથી. આથી તે ટોલ વસૂલી કરી નહીં શકે, એવું હાઈ કો‌ર્ટે ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું.રાજ્ય સરકારે કોલ્હાપુરમાં રસ્તાઓના પ્રકલ્પોમાં ખર્ચાયેલી મૂડીનો નકશો તૈયાર કર્યો નથી. પ્રકલ્પનું ૯પ ટકા કામ પૂર્ણ થયું છે કે નહીં તેની ખાતરી રાખ્યા વિના જ અહીં ટોલ વસૂલી કરવાની પરવાનગી આઈઆરબીને આપવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો