તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ચૂંટણી સર્વેમાં પારદર્શકતા જરૂરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી સર્વેમાં પારદર્શકતા જરૂરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક ટીવી ન્યૂઝ ચેનલના સ્ટિંગ ઓપરેશન બાદ ચૂંટણી પહેલાંનાં જનમત સર્વેક્ષણો પર પ્રતિબંધની માગ ફરી ઊઠી છે. કોંગ્રેસે ચૂંટણીપંચને આ મામલે હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે તો આમ આદમી પાર્ટીએ એ ચેનલો પાસે સ્પષ્ટતા માગી છે, જેમણે ઘેરામાં આવેલી એજન્સીઓનાં સર્વેક્ષણોને આધારે મતદારોના મૂડની ભવિષ્યવાણી પ્રસારિત કરી હતી. જો આ સ્ટિંગ ઓપરેશન સાચું છે તો જનમત સર્વેક્ષણોની પ્રતિષ્ઠા બાબતે મોટો સવાલ પેદા થાય છે અને સર્વે કરનારી એજન્સીઓ પણ કઠેડામાં આવે છે. ટીવી ચેનલના જણાવ્યા પ્રમાણે સર્વે એજન્સીઓ પૈસા લઈને સર્વેક્ષણ દ્વારા પ્રાપ્ત આંકડા અને નિષ્કર્ષોમાં ફેરફાર કરવા તૈયાર થઈ ગઈ હતી. તો શું ઓપિનિયન પોલ જનમતને ગેરમાર્ગે દોરવા અને કોઈ એક વિશેષ પાર્ટીની તરફેણમાં વાતાવરણ ખડું કરવાનો માર્ગ બની ગયા છે? ઉલ્લેખનીય છે કે, ચૂંટણીપંચ આવાં સર્વેક્ષણો પર પ્રતિબંધ લગાવવાની તરફેણમાં રહ્યું છે. શું આવું વલણ વાજબી છે? દરેક વિકસિત લોકશાહી દેશમાં જનમતની મરજી જાણવા માટે આવાં સર્વેક્ષણ થાય છે. હવે જ્યારે સ્ટિંગ ઓપરેશન બહાર આવ્યું છે તો ઘણા લોકોને એ બાબતે આશ્ચર્ય થયું નહીં હોય. તેમ છતાં તેનું સમાધાન પ્રતિબંધ છે એમ માની શકાય નહીં. સમસ્યા એ છે કે આપણા દેશમાં સર્વે એજન્સીઓ પોતાના કામમાં પારદર્શકતા દાખવતી નથી. જો તેઓ પોતાના સેમ્પલના આકાર, સેમ્પલ નક્કી કરવાની વિધિ, પક્ષો માટે મતદાનની ટકાવારીનો અંદાજ લગાવવામાં ભૂલની સંભાવના અને મતની ટકાવારીને સીટોમાં બદલવાની રીતને જાહેર કરી તે તથા કોઈ એક સંસ્થાની તેને ચકાસવાની મંજૂરી આપે તો તેઓ શંકાના ઘેરામાંથી બહાર આવી શકે છે. જો તેમણે ખુદ કોઈ નિયામક સંસ્થા ન બનાવી તો ચૂંટણી પંચ કે સરકાર આવી સંસ્થાની રચના કરે એવી માગ વધવાની જ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો