તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • એપ્રિલથી અમદાવાદ સુરતમાં વીજદરમાં તોળાઇ રહેલો વધારો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એપ્રિલથી અમદાવાદ-સુરતમાં વીજદરમાં તોળાઇ રહેલો વધારો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ. કેન્દ્ર સરકાર કે જી બેસીનમાંથી નીકળતા ગેસ માટે રિલાયન્સને ૪.૨ ડોલર પ્રતિ મિલિયન થર્મલ યુનિટના વધારીને ૮ ડોલર પહેલી એપ્રિલથી કરી આપશે તેના કારણે ગુજરાતમાં સીએનજી અને પીએનજી તો મોંઘો થશે પરંતુ અમદાવાદ અને સુરતમાં વીજળીના ભાવોમાં પણ વધારો થશે.
દર ત્રણ મહિ‌ને ફયૂઅલ પ્રાઈઝ એન્ડ પાવર પર્ચેસ એડ્જસ્ટમેન્ટ હેઠળ ગ્રાહકો પાસેથી વીજ બિલમાં જે નાણાં વસૂલવામાં આવે છે તેમાં વધારો થશે સરવાળે ગ્રાહકનું બિલ વધશે. ટોરેન્ટ પાવરે હાલમાં જીયુવીએનએલ સાથે પ૦૦ મેગાવોટ ખરીદવા માટેના કરાર કર્યા ત્યારે ભાવ ઘટવાની અપેક્ષા સેવાઈ રહી હતી તે ગેસના ભાવ વધવાના કારણે ધોવાઈ જશે. અત્યારના ભાવે ગેસ ખરીદીને વીજ ઉત્પન્ન કરવાનો ખર્ચો યુનિટ દીઠ પાંચ રૂપિયાથી વધારે આવે છે અને તેનાથી ઓછા ભાવે બજારમાંથી વીજળી મળે છે તેથી ટોરેન્ટ બહારથી ખરીદીને વેચે છે. ગેસના ભાવ વધ્યા બાદ આ ભાવ વધીને સાડા આઠથી નવ રૂપિયા યુનિટ દીઠ થઈ જશે. ગેસ ખરીદી માટે રિલાયન્સ સહિ‌ત જે કંપનીઓ સાથે કરાર કરવામાં આવ્યો છે તેઓ પ્લાન્ટ એવેબિલિટી ફેકટર એટલે કે પ્લાન્ટમાં કેટલી વીજળી ઉત્પન્ન થઈ શકે છે તેના આધારે ફિકસ કોસ્ટ લે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો