તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • હથિયારોની હેરાફેરીમાં પ્રથમ વખત સગીર ઝડપાઇ ગયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હથિયારોની હેરાફેરીમાં પ્રથમ વખત સગીર ઝડપાઇ ગયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.અમદાવાદ
યુ.પી અને મધ્યપ્રદેશથી દેશી બનાવટના હથિયારોની મોટાપાયે હેરાફેરી થાય છે. જેમાં પ્રથમ વખત સગીર પકડાયો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ક્રાઈમ બ્રાંચે સગીરને પકડયો ત્યારે તેણે પેન્ટના નેફામાં બેલ્ટની વચ્ચે શો‌ર્ટ ગન’ સંતાડી રાખી હતી. અમદાવાદમાં જ રહેતા માતા-પિતાની જાણ બહાર હથિયાર લાવી અહીં વેચવા જતા તે ઝડપાઈ ગયો હતો. ક્રાઈમ બ્રાંચે ગન કબજે લઈ સગીરના માતા-પિતાને બોલાવ્યા હતા. દીકરાને સમજાવવાની સલાહ આપી સગીરને મુકત કરાયો હતો. જોકે, તે કોના ઈશારે અને કોને હથિયાર વેચવા આવ્યો હતો તેની તપાસ ક્રાઈમ બ્રાંચે શરૂ કરી છે.
ક્રાઈમ બ્રાંચના પી.આઈ કે.પી.પટેલના સ્ક્વોડના પી.એસ.આઈ કે.ડી.સુવેરાના સ્કવોડને મળેલી ચોક્કસ બાતમીના અધારે પોલીસ ટીમે એક સગીરને શો‌ર્ટ ગન સાથે ઝડપી પાડયો હતો. પોલીસે પકડતા જ સગીર ગભરાયો હતો. તેની પૂછપરછ કરતા તે પોતે મધ્યપ્રદેશના ભીંડ ખાતેથી વેપન્સ લાવ્યો હોવાનું જણાવ્યું હતું. જોકે, ત્યાંથી કોણે અને અહીં કેમ લાવ્યો તે અંગેની પૂછપરછ કરતા સગીરે હરખ સુધ્ધાં ઉચ્ચાર્યો ન હતો. ક્રાઈમ બ્રાંચે તેના અમદાવાદમાં રહેતા માતા-પિતાને બોલાવી તેમને હકિકત જણાવતાં તેના માતા-પિતા પણ દંગ રહી ગયા હતા.
ક્રાઈમ બ્રાંચના સૂત્રોના કહેવા પ્રમાણે, સગીરના માતા-પિતા છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદમાં જ રહે છે અને તેમનો ૧૬ કે ૧૭ વર્ષીય પુત્ર ભીંડમાં તેના કાકા સાથે રહીને અભ્યાસ કરે છે. હાલ તે ધોરણ.૧૨માં ભણતો હોવાનું ક્રાઈમ બ્રાંચને જાણવા મળ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો