તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • એસટી બસની ટક્કરે બાઈક ચાલકનું મૃત્યુ ૃચ્ ’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એસટી બસની ટક્કરે બાઈક ચાલકનું મૃત્યુ ૃચ્/’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ . મહુધા ડેપોની નડિયાદ -કપડવંજ રૂટની એસ.ટી બસ ગુરૂવારે બપોરે ૧૨ કલાકે કપડવંજ કો‌ર્ટ પાસેથી પસાર થઈ રહી હતી. એસ.ટી બસ ચાલક બાબરભાઈ લાખાભાઈ પરમાર વાહન પુરપાટ હંકારતાં સામેથી આવતી બાઈક સાથે ધડાકાભેર અથડાવી હતી. બાઈક બસના આગળના વ્હીલમાં ફસાઈ ગયુ હતું. બાઈકચાલક શાંતિલાલ સોમાજી પરમાર((ઉં.વ.૪૦. રહે.વડિયાનું છાપરૂં, તાબે નવાગામ, તા.કપડવંજ))ને માથામાં તથા શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયુ હતુ. કપડવંજ શહેર પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતક શાંતિભાઈનો મૃતદેહ કબ્જે કરીને પોસ્ટમા‌ર્ટમ માટે જે.બી.હોસ્પિટલમાં મોકલી અપાયો હતો. આ ઘટનાસ્થળે અકસ્માતની માહિ‌તી કપડવંજ એસ.ટી ડેપો મેનેજર સંદીપભાઈ સુથાર પણ દોડી આવ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો