• Gujarati News
  • ડભોઇ પાલિ‌કા પ્રમુખની ૧૯ વીઘા ૃચ્ ’જમીનની નોંધ રદ કરવાનો હુકમ

ડભોઇ પાલિ‌કા પ્રમુખની ૧૯ વીઘા ૃચ્/’જમીનની નોંધ રદ કરવાનો હુકમ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . ડભોઇ
ડભોઇ નગર પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ અને વડોદરા બક્ષીપંચ મોરચાનાં પ્રભારી ડો. બળદેવભાઇ જીવાભાઇ બ્રભટ્ટે ડભોઇ તાલુકાનાં હાંસાપુરા ગામે રાખેલી ૧૯ વીઘા જમીનની પડાવેલી એન્ટ્રી વડોદરા જિલ્લા કલેક્ટર વિનોદ રાવ દ્વારા રદ્દ કરવાનો હુકમ કર્યો હતો.
આ અંગે પ્રા વિગતોનુસાર ડભોઇ નગર પાલિકાનાં ઇન્ચાર્જ પ્રમુખ. ડો.બી.જે. બ્રભટ્ટની એન્ટ્રી રદ્દ કર્યા બાબતની મળતી માહિ‌તી મુજબ ડભોઇ નગરનાં બિલ્ડર પટેલ ભાસ્કરભાઇ પ્રભુદાસભાઇ પટેલે પોતાની સર્વે નંબર ૧૩૧૮ હે.૦-૮૯-૧૯ વાળી જમીન કાછીયા બંસીલાલ બન્નુભાઇની જમીન રજિસ્ટર દસ્તાવેજ નંબર ૧૧૮૪, તા.૧૪-૧૨-૨૦૦પ વાળી જમીન અદલા-બદલી કરતા રજિ. દસ્વાતેજ મુજબ પોતાનાં નામે કરી લીધી હતી.
ત્યાર બાદ તેઓએ ખેડ ખાતા નંબર ૨૭૬થી જમીનમાં જણાવેલ સર્વે નંબર ૧૨૪૧ હેક્ટર ૦-પપ-૮૯ વાળી જમીન આવેલ. આ જમીનમાં હિ‌સ્સેદાર તરીકે ડો. બી.જે. બ્રભટ્ટનું નામ દાખલ કરવા રજિસ્ટર દસ્તાવેજ નંબર ૧૨૦૩, તા.૨૩/૧૧/૦૬થી પ્રમાણિત કરી નકલ રજૂ કરતાં સહ હિ‌સ્સેદાર ખાતેદાર હોવાનાં આધાર રજૂ કરી, નામ સહભાગીદાર તરીકે દાખલ કરવા નોંધ કરી હતી. જે આધારે તેઓ ખેડૂત બની ગયાં. ત્યાર બાદ ડભોઇ તાલુકાનાં હાંસાપુરા ગામમાંથી ચાર વ્યક્તિઓનાં ડો.બી.જે. બ્રભટ્ટ, દક્ષાબેન ઓચ્છવલાલ શાહ, નિમિષાબેન કંચનલાલ અમીન અને હનીફભાઇ સુલેમાનભાઇ ખત્રીએ લગભગ ૧૯ વીઘા જમીન વેચાણ રાખી હતી.
આ રાખેલ જમીનોની એન્ટ્રી પડયાં બાદ જિલ્લા કલેક્ટરમાંથી એન્ટ્રીઓ પાકી થવા જતાં જિલ્લા કલેક્ટર વિનોદ રાવને આ બાબતે શંકાઓ જતાં આ થયેલ એન્ટ્રીઓ બાબતે સુઓમોટો એટલે કે તેઓને શંકા જતા જાતે જ કેસ ઊભો કરીને તપાસ હાથ ધરેથી આ તમામ એન્ટ્રીઓ ખોટી પૂરવાર થતાં તમામ એન્ટ્રીઓ કલેક્ટર વિનોદ રાવ દ્વારા રદ્દ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. તેને લઇને ડભોઇ નગરનાં રાજકારણમાં ગરમાવો થઇ ગયો છે.