તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ભાંગનો પ્રસાદ લીધા બાદ વડુમા ૧પ વ્યક્તિઓની તબિયત લથડી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાંગનો પ્રસાદ લીધા બાદ વડુમા ૧પ વ્યક્તિઓની તબિયત લથડી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. પાદરા
મહાશિવરાત્રિ નિમિત્તે પાદરા તાલુકાના વડુ ખાતે ભક્તોએ સવારના ભાંગનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો. બાદમાં ૧પ વ્યક્તિઓને તેની અવળી અસર થતાં વડુ ગામમાં ભારે નાસભાગ સાથે દોડધામ મચી ગઇ હતી.
ભાંગના પ્રસાદની અસર પામનાર દર્દીઓને તાત્કાલીક પાદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં સ્થાનીક તબીબે અસરગ્રસ્તનો સારવાર આપી હતી. જેમાના કેટલાક સામાન્ય લોકોને બાદમાં રજા આપવામાં આવી હતી. જોકે, આ ઘટનાના પગલે વડુમાં દોડધામ મચી જવા પામી હતી.
મળતી માહિ‌તી અનુસાર, પાદરા તાલુકાના વડુ ગામમાં આવેલ ભાથુજી મંદિરના મહારાજ દ્વારા શિવરાત્રિની પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પરંપરાગત રીતે ઉજવાતાં આ પર્વમાં ભાંગનો પ્રસાદ બનાવવામાં આવ્યો હતો. દર્શનાર્થે આવતાં ગ્રામજનોએ દર્શનનો લહાવો લઇ આ પ્રસાદનો મોટી સંખ્યામાં લાભ લીધો હતો.
જોકે પ્રસાદ લેનારા પૈકી બપોરના એક કલાકે ૧પ વ્યક્તિઓને અચાનક ઝાડા-ઊલટી અને ચક્કર આવવાનું શરૂ ગયા હતાં. જોકે તમામને આ અસર શરૂ થતાં વડુ ગામમાં ભારે ફફડાટ સાથે દોડધામ થઇ હતી. જોકે બાદમાં તમામ અસરગ્રસ્તોને પાદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને તાત્કાલિક બોટલ, ઇન્જેક્શન
આપીને સારવાર કરી હતી. જેથી તમામની તબિયત કન્ટ્રોલમાં આવી જવા પામી હતી. બનાવને પગલે સગાંસંબંધીઓ હોસ્પિટલમાં દોડધામ કરી મૂકી હતી. ઉલ્લેખનિય છે કે, શિવરાત્રીના પગલે પાદરા શહેર અને તાલુકાના ગામોમાં જાહેરમાં પણ ભાંગ વેચવા માટે હાટડીઓ જામી પડે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો