તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • હલદરવામાં કેમિકલ ભરેલા બાર ડ્રમ સાથે ટેમ્પો જપ્ત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હલદરવામાં કેમિકલ ભરેલા બાર ડ્રમ સાથે ટેમ્પો જપ્ત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. કરજણ
કરજણ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ બુધવારે રાત્રે પેટ્રોલિંગમાં હતાં ત્યારે હલદરવા ગામે નવી નગરીમાં એક મહિ‌લાના ઘરપાસે બે ટેમ્પા ઉભેલા હતાં. અને ટેમ્પામાં કેમિકલ ભરેલા કારબા અને ડ્રમ હતાં. પોલીસને જોતા જ ત્યા હાજર ઇસમો ભાગી છુટયા હતાં. જેના પગલે પોલસે શંકાના આધારે તપાસ હાથ ધરતાં કેમિકલ ભરેલાં કારબા અને ડ્રમ સાથે બે ટેમ્પા મળીને કુલ ૧૨,૨૭૦૦નું મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિ‌તી અનુસાર, કરજણ પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઇ એ.એન.ગાબાની બુધવારે રાત્રે પોટ્રોલિંગમાં હતાં ત્યારે તેઓને હલદરવા ગામે કેમિકલના કારબા અને ડ્રમ ભરેલા બે ટેમ્પા શંકાસ્પદ હિ‌લચાલ ચાલી રહી હોવાની
બાતમી મળતાં પી.એસ. એ.એન.ગાબાનીએ હલદરવા ગામની નવી નગરીમાં ઇસ્માઇલ ઇબ્રાહીમ પતાલાના મકાનમા રહેતાં નુરજહાબેન ઇશાકભાઇ સિંધીના ઘર પાસે કેટલાંક ઇસમો ટેમ્પા નં.જી.જે.૬ વાય ૮૦૩૪ તથા ટેમ્પાં નં.જી.જે.૬ એટી ૩પ૮૦માં
પ્લાસ્ટીકના ડ્રમ તથા કારબા એમાં કેમિકલ ભરેલ હતું.
જેમાં ૨૩૪પ લીટર કેમિકલ
ભરેલું હતું.
જેની કિંમત રૂા.૧૭૨પ૦ તથા બે ટેમ્પાની કિંમત આમ કુલ મળીને ૧૨,૨પ૦ તથા બે ટેમ્પાની કિંમત આમ કુલ મળીને ૧૨,૨૭૦૦નો મુદ્દામાલ પોલીસે ૧૦૨ મુજબ કબજે લીધેલ છે. જ્યારે ટેમ્પા પાસે હાજર કેટલાક ઇસમો પોલીસને જોઇને ભાગી
છુટયા હતાં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો